સાહિત્યનો કક્કો ઘૂંટી રહ્યો છું...

ક્ષમાયાચના...

નવલકથાનો આરંભ માતૃભૂમિ ભારતમાં થયો પણ.. અચાનક પરદેશ ( બ્રિટન ) આવવાનું થશે એવો સહેજે ખ્યાલ નહતો એટલે હવે નવલકથાનો અંત વિદેશમાં આવશે એ તો નક્કી છે .

અહીંની અતિ વ્યસ્ત સમયની ઘટમાળમાંથી સમય ચોરીને મધ્ય રાત્રિ સુધી લખીને પણ નિયમિત છ પ્રકરણ લખી શક્યો છું, પણ હવે શક્ય નથી.. એટલે...સપ્તાહમાં દર સોમવારે એક પ્રકરણ નિયમિત અપલોડ થશે..

નવલકથાના અસંખ્ય નિયમિત વાચકરસિકોની રસધારા અવિરત જળવાઈ રહે એ હેતુને બર લાવવા અદ્ધવચ્ચેથી નવલકથા અધૂરી મૂકવાનો વિચાર પડતો મૂકીને સપ્તાહમાં એક પ્રકરણ આપવાનું મને મુનાસીબ લાગ્યું .

સૂચન આવકાર્ય છે .

આભાર...

Read More

સત્તર મહિનામાં સાતમી નવલકથા..

' સજન સે જૂઠ મત બોલો '

આવતીકાલ ૧૬ ઓગષ્ટથી દર
સોમવાર,બુધવાર અને શુક્રવાર..
સવારે ૧૦ વાગ્યે

ફક્ત #matrubharti એપ પર..

Read More

ગિરનારની ઊંચાઈ જેવડી ગૌરવપૂર્ણ ઓચ્છવ જેવી ઘડીનો ગર્વ એટલાં માટે અનુભવું છું કે, મહાદેવની મહેરબાનીથી મેરેથોન દોડ જેવાં મનોમંથનના વલોણાં પછી ચૂંટેલા,મમળાવેલા, મનગમતાં મૂળાક્ષરોના સંપુટના ત્રીજા પુસ્તકનું વિમોચન પણ મારી મમ્મીના હસ્તે થઇ રહ્યું છે.

‘શબદવિધિ’ નવલિકા સંગ્રહ.

અનેરા આનંદના અનુભૂતિનું અન્ય એક અનન્ય અદકેરું કારણ એ પણ છે કે,
પિતા તુલ્ય મારાં એકમાત્ર આદર્શ ગુરુ આદરણીય
શ્રી ભાનુલાલ મોહનલાલ લોકડિયા સાહેબને સહર્ષ વંદન સાથે ‘શબદવિધિ’ નવલિકાસંગ્રહ અર્પણ કરતાં વિશેષ લાગણીની અનુભૂતિ સાથે ગૌરવ અનુભવું છું.

વર્ષ ૨૦૨૧માં મારું ત્રીજું પુસ્તક
૧ જાન્યુઆરી ૨૦૨૧ પ્રથમ નવલકથા ‘ કલીનચીટ’
૧૯ જુલાઈ ૨૦૨૧ બીજી નવલકથા ‘કહીં આગ ન લગ જાયે’
૭ ઓગષ્ટ ૨૦૨૧ નવલિકા સંગ્રહ ‘શબદવિધિ’

આવતાં અઠવાડિયે આવી રહી છે, મારી પાંચમી નવલકથા ‘જીસ્મ કે લાખો રંગ’ ચોથા પુસ્તક સ્વરૂપે મારી મમ્મીના વરદહસ્તે.
મારા રાજીપા કરતાં મમ્મીની પ્રસન્નતાનું પલડું ભારે છે.

સાચું કહું તો, આ મૂળાક્ષરો નથી, મહાદેવના હસ્તાક્ષર છે.
ફરી એકવાર સેંકડો વાચકો, મિત્રો, સ્નેહી, સ્વજન અને શુભચિંતકોનો અંતઃકરણથી આભારી છું, અને રહીશ.
‘શોપિઝેન’ પબ્લિકેશનની પૂરી ટીમ અને શ્રી ઉમંગ ચાવડાનો ખુબ ખુબ આભાર.

-વિજય રાવલ

Read More

ફરી એક નવલિકા...

ગમતાંનો કરીએ મલાલ.

આગામી સોમવારથી

પ્રથમ પ્રકરણ સોમવાર ૦૯/૦૮/૨૦૨૧
બીજું પ્રકરણ બુધવાર ૧૧/૦૮/૨૦૨૧
ત્રીજું પ્રકરણ શુક્રવાર ૧૩/૦૮/૨૦૨૧

માત્ર #matrubharti એપ પર.

Read More

સ્પર્ધાત્મક અભિગમ.
સેંકડો વાંચકોને દસ સર્વશ્રેષ્ઠ કોમેન્ટ માટે ઉમળકા ભર્યું આહવાન...
૧૪/૦૫/૨૦૨૧ના દિવસે માતૃભારતી એપ પર પ્રારંભ થયેલી મારી છઠ્ઠી નવલકથા ‘એક ચુટકી સિંદૂર કી કિમત ’ જે ૪૦,૦૦૦થી વધુ વ્યુઝ અને ૧૭,૦૦૦થી વધુ ડાઉનલોડ થકી મારી અપેક્ષાથી અનેક ગણા બહોળા પ્રતિસાદ સાથે ૦૪/૦૮/૨૦૨૧ના રોજ પરિપૂર્ણ થઇ છે.
નવલકથા માટે અસંખ્ય વાંચકો તરફથી મળતાં પ્રતિસાદ, પ્રતિભાવમાંથી પસંદગી પામેલી સર્વોત્તમ દસ કોમેન્ટને, ઓગષ્ટ મહિનાના અંત પહેલાં પુસ્તક સ્વરૂપે પબ્લિશ થવાં જઈ રહેલી ‘ એક ચુટકી સિંદૂર કી કિંમત ‘ નવલકથા પુસ્તકમાં ગૌરવપૂર્ણ સ્થાન મળશે, તદુપરાંત, ૩૬૦ પેઈજ અને રૂપિયા ૪૨૫/ના કિંમતનું નવલકથાનું પુસ્તક પુરષ્કાર તરીકે અર્પણ કરવામાં આવશે.
આપના તટસ્થ અને અપ્રતિમ પ્રતિસાદ મોકલવાની અંતિમ તારીખ છે

૧૫/૦૮/૨૦૨૧.
આપ કોમેન્ટ, માતૃભારતી એપ/ફેસબુક/વ્હોટ્સઅપ/ઈન્સ્ટાગ્રામ અથવા ઈમેલના માધ્યમ થકી મોકલી શકો છો.

પ્રતિક્ષારત.
આભાર.

વિજય રાવલ
૯૮૨૫૩૬૪૪૮૪
vijayraval1011@yahoo.com

https://m.facebook.com/story.php?story_fbid=4184278595002412&id=100002609376851

Read More

આ જિંદગી આમ તો છે લાંબી નવલકથા,
તારી વિદાય બાદ ટૂંકી વાર્તા હશે.

હરેશ ‘તથાગત’

મારી પ્રકૃતિના સંદર્ભમાં કહું તો હું ‘ઉતાવળિયો’ ખરો. એટલે જીવનમાં અલ્પવિરામને ભાગ્યે જ સ્થાન આપ્યું છે. અને વળગાળ જેવા લેખનકાર્યમાં તો સ્હેજે નહીં. વર્તમાન સર્જનના અંત પહેલાં તો ભવિષ્યના લેખનીનો આરંભ થઇ ચુક્યો હોય.

લખવા ન બેસું તો ‘વા’ ઉપડે. સાવ કોરો કાગળ અને એકલી અટૂલી નિરાશ થઈને પડેલી કલમ જોઇને હાથમાં ‘ખાલી’ ચડી જાય. ટેરવાં ટળવળે.

૧૪/૦૫/૨૦૨૧ અખાત્રીજના પાવન દિવસે માતૃભારતી એપ પર શરુ થયેલી મારી સૌથી લાંબી, સૌથી વધુ વંચાયેલી અને વખણાયેલી મારી છઠ્ઠી નવલકથા
‘એક ચુટકી સિંદૂર કી કિંમત.’ ૦૪/૦૮/૨૦૨૧ના દિવસે છત્રીસમાં પ્રકરણ સાથે પરિપૂર્ણ થશે.

એટલે મારા અને મારા વાંચકો વચ્ચેના સળંગ સેતુનો તંતુ તૂટે એ પહેલાં અલ્પવિરામનો છેદ ઉડાડતાં આગામી ૦૯/૦૮/૨૦૨૧ સોમવારથી ફરી એક નવલિકા લઈને આવી રહ્યો છું...

‘ગમતાંનો કરીએ મલાલ.’

અને સાથે સાથે આપને મળવા આવી રહ્યાં છે.. મજેદાર અને યાદગાર પાત્રો રૂપે..

જમનાદાસ જોશી
સુભદ્રા
મૌલિક
મનન
જ્હાનવી
અમ્રિતા
ઈશાની
વિવાન
પ્રાચી
અને ડોકટર કૌશિક પંડ્યા

અને અંતે કાનમાં કહેવાની ખાનગી વાત, જાહેરમાં કહી દઉં...

૦૯/૦૮/૨૦૨૧ના રોજ ફરી એક નવી અને સાતમી નવલકથાની જાહેરાત કરવાં જઈ રહ્યો છું.

જન્મજાત ઉતાવળીયા પ્રકૃતિને આધીન થઈને.

વિજય રાવલ

Read More

Search best graphic designer for novel cover page in ahmedabad. know any one ?

#matrubharti એપ પર

31st May to 6th June

TOP TEN AUTHORS WEEKLY LIST

માં પાંચમા સ્થાન પર.

દરેક વાચકમિત્રોનો અઢળક આભાર..