સ્મશાન,શિખર અને સિંહાસન પર વ્યક્તિ હમેશા એકલો જ હોય છે...

🙏 મિત્રતા દિવસની શુભકામના 🙏
---------------------------------------------


મિત્રની વ્યાખ્યા શું કરું હું?,
મિત્રતાની ભાવના છે મુજમાં.

મિત્ર બની મિત્રતા નિભાવું હું,
મિત્રતા છે મુજના રગેરગમાં.

- દિગ્વિજયસિંહ મકવાણા
----------------------------------------------

અમીરી, ખમીરીથી ભરપૂર છું હું,
તિજોરી છલોછલ છે મિત્રોથી મારી.

- પ્રશાંત શુક્લ
----------------------------------------------

મિત્રની પરિભાષા બીજી કોઈ
હોય નહિ,

એક વિના બીજો ક્યારેય પૂરો
હોય નહિ.

- પરેશ ગોંડલિયા
----------------------------------------------

લોકો કહે છે મારી કને ફૂલછાબ છે.
ને હું કહું છું દોસ્ત તું મારું ગુલાબ છે.

- અદિશ
----------------------------------------------

એક અસ્તિત્વની ખરી ઓળખ,
કાયમ મિત્ર જ બનતો મેં જોયો છે,

એક એવો મજબૂત ખંભો "પાર્થ" કે,
જેના સહારે ખુદ ઈશ્વર રડતો જોયો છે

- પાર્થ ખાચર
----------------------------------------------

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.

જ્યાં ત્યાં હાથ ના લંબાવ ઓ હૃદય,
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

- કવિ મુસાફિર
----------------------------------------------

ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતું છે,
જીવનમાં એક મિત્ર હોય તો પુરતું છે.

મિલાવ હાથ ભલે હોય સાવ મેલોઘેલો,
દોસ્ત દિલથી પવિત્ર હોય તો પુરતું છે.

- રાજેશ વ્યાસ "મિસ્કીન"
---------------------------------------------
સં. રુદ્ર રાજ સિંહ
---------------------------------------------

Read More

આજે જ નવી મુલાકાત થઈ,
જાણે પોતાના સાથે વાત થઈ.

વરસો પછી હું મળ્યો છું મુજને જ,
આજે મુજ સાથે મુજની વાત થઈ.

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૩૦/૦૭/૨૦૨૦

Read More

🦁

ગુમાવી બેઠા પછી,
પછતાઈ શું ફાયદો?

ગયા પછી આવીને,
ફાયદો શું કાઢશો?

લી. રુદ્ર રાજ સિંહ

મને મારા મૌનથી સમજશો તો મઝા આવશે.
કેમ કે,
શબ્દો તો કાયમ હું માણસ જોઇને બોલું છું.


મને મારા શબ્દોથી સમજશો તો પછતાશો તમે,
કેમ કે,
ગુસ્સામાં તો કાયમ હું વિચાર્યા વગર બોલું છું.

- રુદ્ર રાજ સિંહ

Read More

કોઈએ મને પૂછ્યું હતું કે:- " આ શાયરી શું છે? "

મે જવાબ આપ્યો હતો કે:- " અનુભવોનું પ્રમાણપત્ર છે. "

- રુદ્ર રાજ સિંહ

Read More

🦁

યાદોની મદિરા સસ્તી નથી આજે,
ઘાયલ થવું આસાન નથી આજે.

બેહોશ બનીને જોઈ લો તમે આજે,
ઘાયલ સિવાયના પણ ઘાયલ આજે.

લી. રુદ્ર રાજ સિંહ

Read More

હું હવે હું નથી રહ્યો ને તું હવે તું નથી રહી.

જ્યારે હું અને તું મળ્યા ત્યાર પછી હું, હું મટીને તું બની ગયો ને તું, તું મટીને હું બની ગઈ.

હવે, હું એ તું છે અને તું એ હું છું. એટલે હું અને તું 'આપણે' થવું જરૂરી છે..

આમ કરવાથી હું એ "તું" ને સાચવીશ અને તું એ મારા "હું" ને સાચવજે..અને બંને ભેગા મળીને એકબીજાને સાચવિશું.

લી. રુદ્ર રાજ સિંહ

Read More

::::::::::::::::::::: #શાંત ::::::::::::::::::::::

સમય જો બળવાન છે તારો આજે,
શાંત થઈને બેઠો છું એટલે તો આજે.

કાપી નાખીશ તલવાર વિના જ આજે,
સ્નેહ અને લાગણીના દોરને જ આજે.

અંત થઈ ગયો છે સંબંધનો જ આજે,
સમન થાસે ગુસ્સાનું કારણ જ આજે.

યુગોથી ચાલતી જ્વાળાઓ છે આજે,
જ્વાળામુખી રૂપે નીકળશે નક્કી આજે.

અરે.....!

પરિભાષા સમજી જજે રિપુ તું આજે,
મરણિયો થયો છું તુજ કાજે હું આજે.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૭/૦૬/૨૦૨૦
સમય:- ૧૦.૧૦

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Read More