The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@vijetamaru6074
19
23.5k
84.5k
ઈશ્વર હંમેશા આપણી સાથે છે- આ સત્યમાં માનવા વાળો હું વિજેતા મારુ લેખન નો શોખ સ્કૂલ સમયથી ધારણ કરેલ છે..... તો મિત્રો, મારી વાર્તાઓ હું સગવડતા પ્રમાણે પોસ્ટ કરતો રહીશ. તો આપ સૌ ને વાંચવા માટે હૃદય પૂર્વક આમંત્રિત કરું છું.
https://youtu.be/iDCRU7g8r4A
કોઈ પુસ્તક નું વિવેચન કરવું એ કાબિલિયત મારામાં હશે કે નહિ એ તો તમને આ પુસ્તકનું રિવ્યૂ વાંચ્યા બાદ જ ખ્યાલ આવશે. અને એ પહેલા આ પુસ્તક તમે વાંચશો તો વધારે ખ્યાલ આવશે. હું તો આટલા પુસ્તકો વાંચું છું પણ આ પુસ્તક જેવી મોડર્ન માયથોલોજીકલ થ્રિલર નવલકથા મેં ક્યારેય વાંચી નથી. ખરેખર ખુબ જ સરસ છે. વાંચજો...... https://www.matrubharti.com/book/19917086/mari-najare-book-review-mrityunjay
➡️ *નમસ્કાર મારા વ્હાલા વાચક મિત્રો,* ➡️ આશા રાખું છું કે આપ સહુ કુશળ-મંગળ હશો. હમણાં ઘણા સમયથી વ્યસ્તતાના કારણે કોઈ નવી કૃતિ આપ સહુ ની સમક્ષ રજુ કરી શક્યો નથી જેના માટે હું દિલગીર છું. આમ તો કહેવાય છે કે કોઈ કાર્યમાં વધુ પડતો સમયગાળો લઇ રહેલો માણસ એ નવા અને શ્રેષ્ઠ નિર્માણનું એંધાણ હોય છે. એ જ રીતે હું પણ એક સારા એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. જયારે પણ આ પ્રોજેક્ટ એના અંતિમ ચરણ પર પહોંચશે ત્યારે હું જરૂરથી આપ સહુની સમક્ષ ફરી એક વાર એક નવું જ નિર્માણ રજુ કરીશ. પરંતુ ત્યાં સુધી મારી અમુક એવી કૃતિઓ જેને ગુજરાત નહિ પણ સમગ્ર ભારતવર્ષમાં ખૂણે ખૂણે વસેલા દરેક ગુજરાતીઓનો ખુબ જ સારો પ્રતિસાદ મળેલ છે તે બધી કૃતિઓ ની લિંક આપ સહુ સાથે વહેંચીને ફરી એક વાર તમારા મસ્તિષ્કમાં તાજું કરવા ઈચ્છું છુ. ➡️ આ બધી લિંક સાથે નીચે એક ખાસ લિંક પણ આપેલ છે. જે ફીડબેક ફોર્મ છે. જો મને આપ સહુ તરફથી 1% પણ હકારાત્મક પ્રતિસાદ મળશે ને તો પણ મારી મહેનત મને ફળી છે તે મને અહેસાસ થઇ જશે. આશા રાખીશ કે આપ સહુ જરૂરથી વાંચશો. ધન્યવાદ. 💥 *પ્રેરણાત્મક લેખો…* 💥 *કોણ છે આ સમાજ?* https://www.matrubharti.com/book/19900852/kon-chhe-aa-samaaj 💥 *હાસ્ય લેખો…* 💥 *લોકડાઉન માં લપ* https://www.matrubharti.com/book/19900269/lockdown-ni-lap 💥 *બુક રીવ્યુ* 💥 *મારી નજરે - ઈકીગાઈ* https://www.matrubharti.com/book/19898210/mari-najare-book-review-ikigai 💥 *રહસ્યમય કથા* 💥 *The Mysterious Call (English)* _*Part - 1 :*_ https://www.matrubharti.com/book/19901928/the-mysterious-call-1 _*Part - 2 :*_ https://www.matrubharti.com/book/19902531/the-mysterious-call-2 _*Part - 3 :*_ https://www.matrubharti.com/book/19902796/the-mysterious-call-3 _*Part - 4 :*_ https://www.matrubharti.com/book/19903737/the-mysterious-call-4 To be continue… 💥 *હોરર વાર્તા* 💥 ➡️ *ભયરાત્રી* ⬅️ _*Part - 1 :*_ https://www.matrubharti.com/book/19897686/bhayratri-1 _*Part - 2 :*_ https://www.matrubharti.com/book/19899638/bhay-ratri-2 _*Part - 3 :*_ https://www.matrubharti.com/book/19900658/bhayratri-3 ➡️ *બાલનગઢની હવેલી* ⬅️ _*Part - 1 :*_ https://www.matrubharti.com/book/19897032/haveli-of-balangarh-1 ❓ *ફીડબેક ફોર્મ* ❓ https://surveyheart.com/form/606de7dd7b70be36e2fdcc42
*મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું* સપનું ભાળ્યું આજ મેં અતીતનું, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું; સમય ગોત્યો મેં એ ક્યાં ગયો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું. પેલી પચ્ચીસ પૈસાની પીપરનો સ્વાદ ન જડ્યો મને આજની ડેરી મિલ્કમાં; ખુબ શોધી એને મેં ગલ્લે ગલ્લે પણ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું. લાલ શેતુરને કાળા થતા જોયા અને ખાધા'તા ઝાડ નીચેના હિંડોળામાં; જડ્યો ના મને સ્વાદ સ્ટ્રોબેરીમાં એનો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું. ડેલીએ પડ્યો'તો સાદ મારા ભેરુ નો, ને દોડ્યો'તો હું સાતતાળી ને હુતુતુ રમવા; ન મળી મને એ મજા વીંખતા વિડિઓગેમ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું. યાદ આવે છે મને હરેક પળ એ બાળપણ, તો થાય છે લીસોટો આંસુનો મારા ગાલ પર; ના લાવી શક્યો એ સ્મરણ હું પાછા મારા જીવનમાં, જોયું કે મારું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું. - વિજેતા મારુ (વિરાન)
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser