Hi all. myself Vijita Panchal. i m 28 years old. i m government primary teacher...I like to write gujrati poems and gujrati love stories..writing reading and music my best hobbies..it was not my chidhood hobby but now i love to write stories and poems..

વિશ્વ હાઈકુ દિન

પિરામિડ કાવ્ય

તમારા આગમનના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં શમણે,
કેમનું કહું કેવા ધસમસતા પ્રવાહ વહી રહ્યા હતા હૈયે,

પ્રભાતની સૂર્યકિરણ ઉગી સોહામણી, મહાકાય વૃક્ષો રૂપે,
લીલાછમ ઘાસના ઝાકળબિંદુ ભીંજવી રહ્યા હતા અમને

પાનખરમાં પણ વસંતની વણઝાર ઉછળી રહી હતી નયને,
વાદળના ગડગડાટ પણ પાછા વળ્યા તમારા અણસારે,

શ્વાસમાં સોનાની સુગંધ ભળી ગઈ મઘમઘતાં ફૂલો વડે,
મહેકતી પાંખડીઓ પથરાઈ ગઈ તમારા આગમનના પંથે,

કલરવ પંખીઓનો મુંગો બન્યો છે આ અજવાળી ક્ષણે,
અંધારે આવજો મધમીઠું સપનું લઈ છાનામાનાં પગલે,

અણસાર આવશે મનમાં એક અનેરો અવસર લઈને,
શબ્દો પણ હડતાળ પર ઉતરશે તમારા આગમનની પળે..

-✍️વિજીતા પંચાલ..

Read More

ख्वाबों से जुड़ी हकीकत है जिंदगी
ग़म और खुशी का पैग़ाम है जिंदगी
कायनात है ये पूरी हमारे सपनों की
कोई किताब तो नहीं,
कि पन्ना पलटते ही बदल जाएगी ये जिंदगी..!!


-Vijita

Read More

અણગમતી યાદોને હૈયામાં છુપાવી
અણધાર્યા અંધારાને ગળામાં ઉતારી
સ્વપ્નોને હકીકતથી અલગ સંતાડી
નિતનવા વર્ષે સૌને શુભેચ્છાઓ પાઠવી
આવો,
સૌ એક થઈએ ને જગમાં ફરી ઉજાશ ફેલાવીએ!!


-Vijita Panchal

Read More

શરૂથી લઈ અંત સુધી
આજથી લઈ અનંત સુધી
વિશ્વાસનો પાયો એનો એજ રાખ્યો છે
છતાંય સ્નેહની નાવ થોડી હલતી દેખાય છે...
મોહથી લઈ માયા સુધી
મૃગજળથી લઈ દરિયા સુધી
પ્રીત હજીય અકબંધ રાખી છે
છતાંય સ્વપ્નો થોડા અધૂરાં જણાય છે.....
હાથથી લઈ સાથ સુધી
જીવનથી લઈ મૃત્યુ સુધી
પ્રેમ દિલથી દિલનો રાખ્યો છે
છતાંય નસીબની રેખાઓ હવે ઝાંખી દેખાય છે....
-Vijita

Read More