દેખાવ થી તો એવા નથી સાહેબ કે તમને ગમી જઈએ પણ હા દિલ થી એટલા સાફ અને સાચા છીએ કે તમને કદાચ અમારી મિત્રતા જરૂર થી ગમશે

ભીનું સંકેલવામાં જ રસ છે અહીંયા બધાને,
ખુલ્લી વાત કોઈને કરવી જ નથી,
કાન ભંભેરી ઝગડો જ કરાવવો છે બધાને,
સમજાવી ને સુલેહ કરાવવી જ નથી,
બીજાના ઘર સળગાવવામાં જ રસ છે બધાને,
ઉજડેલા ઘર કોઈને વસાવવા જ નથી,
જૂઠ થી જ પ્રેમ થઈ ગયો છે બધાને,
સત્ય કોઈને સ્વીકારવું જ નથી!
#ભીનું

Read More

જે વ્યક્તિ પોતાનું નિજ સ્વાર્થ છોડીને
સર્વે લોકો નું હિત વિચારી ને કર્મ કરે છે,
જે સંકુચિત દૃષ્ટિ ને બદલે વિશાળ વિચારધારા ધરાવે છે,
ઈશ્વર કોઈ ને કોઈ રૂપે એને મદદ કરવા હાજર જ હોય છે.. !!
#વિશાળ

Read More

કોઇ ગમતી વ્યક્તિ તમારી પર
તમારી કરતા પણ અત્યંત વધારે હક જતાવે,
એનાથી વધારે આનંદ ની લાગણી જીવન માં કોઇ ના હોય શકે...
#અત્યંત

Read More

બે શબ્દો કહેતા પણ હવે માં-બાપ ની જીભ લથડે છે, કેમકે આ નવી પેઢી જુઓ ને સીધી પંખે લટકે છે.

પોતાને ના થાય ત્યાં સુધી બધું મજાક જ લાગતું હોય...
પછી ભલેને #પ્રેમ હોય કે #કોરોના ....!!!!
વિપુલ જીવાણી

ચુપ રહેલી દરેક વ્યક્તિ કંઇક બોલવા માગતી હોય છે,
પણ કટુંવાક્ય બોલાઈ જવાના ડરથી હંમેશા ખામોશ રહે છે!
#કટું

Read More

સૂરજ નું પહેલું કિરણ
એની વાતો લઇ ને આવે છે,
તો રાત ના ચાંદ ની તો વાત જ ના પૂછો
એ તો ફક્ત એનો જ ચહેરો બતાવે છે,
વરસાદ નું એક એક ટીપુ જાણે
અગ્નિ બની ને દજાડે છે,
સૂસવાટા બોલાવતો પવન
હંમેશા બહુ રડાવે છે,
આખી કુદરત જાણે "બળવાખોર"
બનીને પ્રિયતમા ની યાદ અપાવે છે!
#બળવાખોર
વિપુલ જીવાણી

Read More

જીવન માં કંઈ કેટલાય ઝડપી વાવાઝોડા આવી ને ગયા,
પણ કોઈ ખાસ ના ગયા પછી જે દિલમાં
વાવાઝોડા આવે છે અને જે દિલ ની તબાહી કરે છે,
એવી તબાહી હકીકત માં કોઈ વાવાઝોડું કરી શક્યુ નથી....
વિપુલ જીવાણી
#ઝડપી

Read More

દુનિયાનો નિયમ છે..
જેટલાં તમે નમશો એટલા લોકો તમને વધારે નમાવશે..
જેટલા શાંત રહેશો એટલા લોકો પથ્થર વધુ મારશે,
કારણ કે શાંત જળ માં લોકો હંમેશા પથ્થર વધારે મારે છે!
વિપુલ જીવાણી

Read More

વાહન વ્યવહાર હોય કે જીવન વ્યવહાર....
આંખો મીંચીને ચલાવે એને આગળ અકસ્માત નડે જ છે...!!
#આગળ