રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!

હું અને મારા વિચાર
............................................................
છૂટાછેડા અને સંતાનોનું ભવિષ્ય.°°

*છૂટાછેડા આજકાલ પાયજામાના નાળા છોડવા જેટલુ સહજ થવા માંડ્યુ!*
કારણ વગર અથવા બિલકુલ સુલજાવી શકાય એવી પરિસ્થિતિમા વડીલોની અનઆવડત અને "ઈગો"થી અલગ થઈ જવું એ ફેશન થઈ ગઈ!
મને ઘણીવખત લાગે કે-આજના યુવાનોને ક્યારે,કોની સાથે જોડાવું, પછી કદી છુટા નહિ પડવાની સમજ નથી.
ભણતર,મા-બાપનો બાળકોના અપરિપકવ નિર્ણયો પર ભરોસો અને સમાજથી બેપરવાહ થઈ જીવવાની પધ્ધતિથી લગ્ન ઍ "સેક્સ માટેનું લાઇસન્સ" માત્ર થઈ રહ્યુ!
અમુક કિસ્સામાં બધી કાળજીઓ પછી પણ સામાજીક સમસ્યા આવૅ છૅ. ત્યારે જોડાણના અથાગ પ્રયત્ન પછી છુટા પડવાના નિર્ણયો દુખદ અનિવાર્યતા થઈ પડે.
પતિ-પત્નિ ના કંકાસ અને "ઈગો"મા મા-બાપ બની લાવી પડેલા બાળકોનું શુ?
એમના જીવનનું શુ?
એમના ભવિષ્યનું શુ?
પતિ-પત્નિની ઐયાશી અને બેજવાબદારી છુટા છેદામા પરિણમે ત્યારે ઍ નિર્દોષ બાળકનું શુ?
એના ભવિષ્યનું શુ?
એક પરિવાર,કોર્ટ રૂમ થઈ જાય અને કોર્ટ બાળકની જરૂરિયાત મુજબ એનો નિર્ણય કરે.
ભરણપોષણ માટે સક્ષમ હોવુ જ યથાર્થ છૅ?
લાગણીનો મુદ્દો ધ્યાનમાં નહિ લેવાનો?
એ કામ કોર્ટનું નથી.પણ બાળકોને એમની મરજી વિરુધ્ધ કામેચ્છાથી ઘસડી લાવેલા માબાપનું છૅ.
આવા કિસ્સાઓથી લગ્નવ્યવસ્થા પરનો વિશ્વાસ ઉઠી રહ્યો છૅ.પરિવારની ભાવના અને મહત્વ તુટી રહ્યા છૅ. *પતિપત્ની તરીકે ગમે તેટલા મતભેદ કે મનભેદ હોય,પણ માબાપ તો એકમત જ હોવુ જોઈઍ!*
મને હંમેશા એવો વિચાર આવે કે પહેલાના સમયમાં સ્ત્રી 'અભણ' હતી એટલે પતિનો માર સુદ્ધા ખાઈ લેતી?શુ ઍ ડફોળ હતી?
અસમર્થ હતી છૂટા થવા માટે?
કદાચ ના!
એ ખૂબ સભાન હતી.
એના બાળકો તરફની જવાબદારી પ્રત્યે!
ઍ લાગણીશીલ હતી.
શું એવો કોઈ કાયદો કે સામાજીક વ્યવસ્થા અમલમાં નહિ આવી શકે?

*જ્યાં સુધી મા-બાપ બાળકને પરણાવી નહિ દે ત્યાં સુધી પતિપત્ની તરીકે છૂટાછેડા નહિ લઈ શકે!?*

છેલ્લે......

હુ એવા વ્યક્તિ ને ઓળખું છુ જેના બિલકુલ અલ્પ આયુષ્યવાળા લવ મરેજના છુટાછેડા માટે *છોકરી* ૧.૫કરોડ માંગે છૅ!
*દહેજ ને દૂષણ કહેવાય; ને છુટાછેડા માટે માંગણી ઍ હક્ક!*
□□
પાઘડી નો વળ છેડે
*છૂટાછેડા પતિ-પત્નીના થાય મા-બાપના નહીં!*

🙏🙏🙏🙏🙏🙏

*વિપુલ પટેલ 007*

Read More

# હું અને મારા વિચાર #
......................................................................
લોહીના સંબંધ સિવાયના સંબંધનું કારણ,
પરફેક્ટ ટાઈમીંગ હોય છે!
પરફેક્ટ સમયે પરફેક્ટ માણસ તમારા જીવનમા મરજી વગર આવી ચઢે! કોઇ પ્રિય થઈ . કોઇ અતિ પ્રિય થઈ .
જાણે જીવન કોઇ રંગમંચ કે નાટક ના હોય!?
ક્યાથી?કેમ?શુ કામ? વિચારો તૉ વિસ્મય છે!
ચિંતન કરો તૉ ચમત્કાર!! કઈ જ ના કરો તૉ જીવન!!
वक्त से पहले और किस्मत से ज्यादा,
ना किसीको मिला हे। ना किसीको मिलेगा।

🌷🌷વિપુલ પટેલ 006🌷🌷

Read More

દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે #ભોળો શંકર નહીં આવે ..
#ભોળો

Read More

#હું અને મારા વિચાર#

💦💦के आज मौसम बडा बईमान है..💦💦


વરસતા ,વરસાદમા તારા સ્મરણોની બંધ કરેલી બારી કુચુંડ કુચુંડ અવાજ સાથે ખુલવા માંડે..તારી યાદોના કાળા ડિબાંગ વાદળો યાદો થઈ રૂમમાં ધસી આવે.
આ ઉમરે રેઇનકોટ પણ ભીની ભીની યાદોથી ભીનાતા મને રોકવા અસમર્થ છૅ.મને ખબર છૅ હવે તુ મારી નથી છતા તારા આભાસના વાદળોને હુ ભરી લેવા મથુ!
તારા આભાસને પકડવાનો મિથ્યા પ્રયાસ,ઍ છાંટા મને તારો સ્નેહાળ સ્પર્શ આપવા અને અનુભવવા કાફી છૅ.માદક સુવાસ તારી હુ ભીની ભૂમિમા પામુ ત્યારે કોરોનાનો ડર પણ નથી અને "માસ્ક" પણ!સરકારના દંડ કે નિયમોની પરવાહ તારી યાદો જેટલી સતાવતી નથી.
લથપથ તારુ શરીર મારી સુકીભઠ્ઠ આંખોને ભીજવા કાફી છૅ.મંદ મંદ મીઠો તોફાની પવન એવો જ અહેસાસ કરાવે કે,

"કી તુમ યહી હો યહી કહી"

મારી આજુ બાજુ મારી પાસે!" જ્યારે વિજળીના કડાકે સમજાય કે,હુ હવે તને જોઇ શકુ છુ.પણ,સ્પર્શી શક્તો નથી.અનુભવી શકુ છુ ઍ મારો અંગત અહેસાસ છૅ
તુ વરસે છૅ,વરસતી હોઇશ પણ???
કલ્પના મારી વાદળ ફાટે તેમ ફૂટી જાય.મારી આહ! વરસાદના અવાજમા ઘુંમ થઈ જાય ને હુ ગુમસુમ! છાંટા તારા "રોમાંસ"નો રોમાંચ ભરી જાય!
ભલે સુન્ન મારી ગયેલા સમયને સમજાય કે,
*"મારો તુ ભુતકાળ છૅ..જે અભરાઇ પર પડેલી છત્રી માફક ખૂલ્યા વિના કટાઇ રહ્યો છૅ!"*
મારી ઇચ્છા,મારી ખેવના આજે પણ સતત રટ્યા કરે કે-
"बादल तुम इतना ना बरसो के वो आ ना शके ;
તારા આવ્યાની કલ્પનામા અમથો જ બબડયા કરુ..

बादल तुम इतना बरसो के वो जा ना शके!"
દ્રષ્ટિ વિકાર છૅ કે પ્રેમનો વિહાર??
હુ વરસાદને તારા સ્વરૂપમા નિહાળયા કરુ.અત્ર,તત્ર,સર્વત્ર તને જ માણ્યા કરુ..કવિતા થી લઈ
મણિરત્નમની રાવન,
બોમ્બે,દિલ સે. સુધી.
મણિરત્નમના કેમેરામા મારી જ આંખો અને કલ્પના ગોઠવાયેલા જાણી એમની ભીનીભીની "હિરોઇનસ",ભીના પત્થરો ભીની વનરાજી સાથે હુ તારામય થઈ લીલોછમ થઈ જાવ!
તારી યાદ સાથે.
ભલેને હુ મારા ઘરમા સુકો હોઉં પણ બહાર,પણ મારી ભીનાશનો સાક્ષી આ વર્ષા.
વર્ષા ના હોત તો મારી ભાવનાની કદર કોણ કરત?
ઇશ્વર કૃપાળુ છૅ કે તારો અહેસાસ મને હર વર્ષે આપે છૅ.મને ભજીયા ખાવાની ઇચ્છા નથી થતી કારણ કે હુ યુવાન છુ.. તારા-મારા મીઠા કજીયાની યાદોથી સાથે.
*હુ પેટ માટે નહિ,પ્રેમ માટે જીવનારો પ્રેમી છુ!*

છેલ્લે. .

વરસાદ જેને ભિજવી નથી શક્તો તેની જિંદગી ફાટેલો રેઇનકોટ અને કટાયેલી છત્રી !

🌷🌷વિપુલ પટેલ 005🌷🌷

Read More

#હું અને મારા વિચાર#

સ્ત્રી સમાનતા••

ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જુની અને સમૃધ્ધ સંસ્કૃતિ હોવા છતા,
સ્ત્રી સમાનતા આજે પણ પાખંડ પુરવાર થયુ છૅ.
શકુન્તલા થી લઈ આજની આધુનિક સ્ત્રી પણ સમાનતાનુ સ્તર પ્રાપ્ત કરવામા નિષ્ફળ છૅ.
સ્મિતા પાટીલ,હેમા માલિની કે શબાના આઝમી જેવી ઘણી,સ્ત્રીઓના અવાજને બુલંદ કરવાનો ઢોંગ કરનારી બધી પરણીત પુરુષની શરણાગતિ સ્વિકારી હારી.
*બે વ્યક્તિ દરરોજ,સાથે ઉઠે,બેસે કે જીવે તો સ્વભાવત આદત થઈ જાય.ઍ આદતમા કોઇ સામ્યતાની સભ્યતા નથી. સમાનતા નથી.* આજે ૨૦૨૦મા પણ સ્ત્રી સમાનતા બનાવટી છૅ. આજે પણ "બેટી બચાવો"ની પોકળ બુમો પડે જ છૅ.
ત્યારે બક્ષીની સોચ સત્ય લાગે..
ચંદ્રકાંત બક્ષી "સ્ત્રી વિષે"મા લખે છૅ..
"સ્ત્રી સમાનતા હિંદુસ્તાનના સમાજો,ધર્મ અને રૂઢિની પકડમાં દબાયેલી છે.સ્ત્રીની સમાનતા સહજ રીતે સ્વીકારવા તૈયાર નથી. અહીંનું સ્ત્રી સમાનતાનું દરેક આંદોલન કે અભિયાન નગરોમાં રહેતી,શિક્ષિત, નોકરીપેશા કરનારી આધુનિકાઓ પૂરતું જ સીમિત છે.
જાનપદી વિસ્તારોના સમાજો પર સામંતશાહીની દકીયાનુસી પર્ત હજી ચોંટેલી છે.જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નથી,અને જ્યાં સુધી એ પોતાની આવક કરી શકતી નથી અને જ્યાં સુધી સ્ત્રી એના રોટલા માટે એના ભર્તા (એટલે કે ભરણપોષણ કરનાર) પર પૂર્ણત: નિર્ભર છે ત્યાં સુધી સ્ત્રીની સમાનતા એ માત્ર ભ્રમ છે! એક કલ્પના છે.
*જે સમાજમાં પ્રેમને પણ સ્ત્રીની ચામડીના સૌંદર્યથી સંબંધ છે એ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિવિશેષ નથી.પણ વસ્તુવિશેષ જ છૅ.*
સૌંદર્ય અને પ્રેમને કોઈ સંબંધ હોઈ શકે?
સેક્સ અને પ્રેમને કોઈ સંબંધ હોઈ શકે?
પુરુષ સ્ત્રીને કઈ રીતે ચાહતો હોય છે,તહેદિલથી કે સતહે-દિલથી?
તહ ફારસી શબ્દ છે અને એનો અર્થ થાય છે: તળિયું! અને સતહ અરબી શબ્દ છે અને એનો અર્થ થાય છે: સપાટી!
પુરુષની ચાહતના પણ બે પ્રકાર છે,ફારસી *તહ* અને અરબી *સતહ!*
*જ્યાં સુધી પૂરું મૂલ્યાંકન જ "હુસ્ન" છે ત્યાં સ્ત્રી એક વસ્તુ છે.*
જ્યારે પ્રેમ બે જીવંત મનુષ્યો વચ્ચે જ હોઈ શકે! પ્રેમ એક મનુષ્ય અને એક વસ્તુ વચ્ચે ન હોઈ શકે. જરૂર પડે ત્યારે ભોગ ભોગવી લેવા માટે ઘરમાં *"શ્વાસ લેતું ફર્નિચર"* હોય એને નારી નહિ કહેવાય.
સેક્સના મહાનિષ્ણાત હેવલોક એલિસે કટુતાથી લખ્યું છે કે- *"લગ્નની અંદર જેટલા રેપ થાય છે એટલા લગ્નની બહાર થતા નથી."*
આજની ભાષામાં વાત કરીએ તો સ્ત્રી..
*"કિચનમાં ફૂડ પ્રોસેસર છે અને બેડરૂમમાં સેક્સ-પ્રોસેસર છે!*
જેની છાતી ઉપર આપણે "પત્ની"નું સ્ટીકર લગાવી દીધું છે!"

છેલ્લે. .

प्रेम में ईर्ष्या हो तो प्रेम ही नहीं है; फिर प्रेम के नाम से कुछ और ही रोग चल रहा है। ईर्ष्या सूचक है प्रेम के अभाव की।

🌷🌷વિપુલ પટેલ004🌷🌷

Read More

🙏હું અને મારા વિચાર🙏

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે-

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)

02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી.

*ઔર જીને કો ક્યા ચાહિયે ?*

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..
ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે
❤❤વિપુલ પટેલ003❤❤❤

Read More

🙏હું અને મારા વિચાર 🙏

સમય હોય તો વાંચજો ને શેર કરજો

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.

ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. *હું સુખ શોધી રહ્યો છું.*

મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.

આવું શા માટે?

એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે...
Think About it🙏🙏🙏
❤❤વિપુલ પટેલ002❤❤

Read More