×

#love to write Poetry for my someone special️

#un given surprise gifts

મનોકાશમાં પ્રેમરંગો ઢોળાયા ત્યારથી તને ચાહું છુ
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ

તારી એક નજર મનની તરસ છીપાવવા કાફી હતી
પ્રેમના મોસમની એ તપતી બપોરથી તને ચાહું છુ

આંખોથી આંખ મળતા કાયમ જે શરમાઈ જતી
એ ઝુકી જતી પલકોની પેલી પારથી તને ચાહું છુ

સ્પર્શ તારો પામતાની સાથે ધબકારો જે ચુકી જતું
તડપતા હૃદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ.

એ અગત્યનું હવે નથી કે ક્યારથી અને કેટલું પણ
આજે'ય પહેલી નજર જેટલું જ તને ચાહું છુ ..........

Read More

હતો પ્રેમ આંખો ને પણ નીંદર સાથે...
હૃદય ની વેદના માં પાંપણો અશ્રુ ઓ થી ભીંજાઈ ગઈ....
-Vish

પ્રેમ નુ પણ ઓડીટ કરાવુ પડશે લાગણીઓ સાથે ચેડા થયા છે..!!