×

Vishal Teraiya is a writer, blogger, designer, engineer, trekker, traveller and lifetime student વિશાલ તેરૈયા બાહ્યદેખાવ એન્જિનિયર અને દિલ થી લેખક,વાંચન નો ધોમ શોખ,ઢગલાબંધ બાયોગ્રાફી અને સ્વામીવિવેકાનંદ ના પુસ્તકો વાંચ્યા બાદ,તેના અનુસંધાને જીવન ને માણનાર, હંમેશા હાસ્ય અને હિંમત નું બેન્ક બેલેન્સ છલકાવતા જતા હોય એવો યુવા લેખક, એમના પુસ્તકો વાંચો અને બીજા ને પણ શેર કરો,પુસ્તક કે રચના ગમે કે કૈં સુધારો લાગે...આપનો અભુતપૂર્વ મંતવ્ય ,રીવ્યુ આપવો.... તમારો લાડકો ....

Visit of "THE ગોપનાથ મહાદેવ Temple"

જામજોધપુરના ઝીણાવારી ગામ (નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય) ત્યાં વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું અદભુત સ્થળ ને તેવો એક ગગનચુંબી અને અડગ એવો ગોપ શિખર જેના મથાળે શોભતું 6ઠી સદી એટલે કે 1400 વર્ષ પહેલા નું નાગર શૈલીમાં બનાવેલ સૂર્યમન્દીર એટલે કે મહાદેવ નું ધામ,ગોપનાથ મહાદેવ મંદિર અથવા ગોપેશ્વર તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે.

શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. આશરે સાતસો કે આઠસો પગથિયાં હશે, પણ 4 થી 5 કિલોમીટર નો ઢાળવાળા રસ્તા પર તમારુ વાહન લઈ ને છેક ટોચ સુધી જઈ શકો. અને રોડટ્રીપ જબરજસ્ત થઈ જાય.

આજુ બાજુ ના ગામડા અને શહેરોમાં મહાત્મ અને પ્રસિદ્ધિ ઘણી પણ રાજ્યવ્યાપી દ્રષ્ટિએ એટલું આકર્ષણ મળ્યું નથી.

મહત્વની વસ્તુ તો એ કે મારા હાલારનો આ પઁથકમાં નામ માત્ર પ્રદુષણ નથી એમાં પણ આવા સ્થળે અદભુત અને અકલ્પનિય અને થોડો થ્રીલિંગ અનુભવ જોઈતો તો બિન્દાસ નીકળી પડો.

કુછ દિન તો ગુજારો હાલાર મેં (જામનગર=હાલાર)

~વિશાલ તેરૈયા
#Gujarat #tourism
@ Gopnath Mahadev

Read More

"ડેલ્ટા 91 !! ડેલ્ટા 91 !! આર યુ લીસનિંગ ?" મારા એન્જિનના પાછળના ભાગે આગ પકડી લીધી છે. હેલો હેલો...ડેલ્ટા 91 ..."
અને અચાનક જ ફોનનું કનેક્શન કપાય ગયું.

MIG 27 નો પાયલટએ એન્જિનને રીએગ્નાઇટ (ફરીથી શરૂ) કરવાની મથામણમાં પડ્યો હતો પણ આમ એન્જિન શરૂ કરવા માટે 5 થી 6 કિલોમીટર નો રનવે આવશ્યક હોય છે, પણ આ તો હવામાં અને આસપાસ કારગિલનો હિલ વિસ્તાર હતો, ઊંચી ઊંચી ગગનચુંબી પર્વતની હારમાળા જ દેખાતી હતી.

એન્જિનની ઝડપ ધીમે ધીમે ઓછી થવા લાગી અને કોઈ પણ શક્યતા લગતી નહોતી એટલે પાયલેટએ કહ્યું "માન્ડો ઈજેકટિંગ" અને પોતાના પેરાશૂટ ખોલી કૂદી પડ્યા.


એ ફ્લાયટ હાંકનાર જાબાંઝ હતા કેપ્ટન કમ્બાપતિ નચિકેતા, તેઓ ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ૨૭ મે ૧૯૯૯ના રોજ આ ઘટના ઘટી હતી.


કારગિલ યુદ્ધ દરમિયાન કાર્યવાહી સમયે નચિકેતા ફ્લાઇટ લેફ્ટનન્ટના હોદ્દા પર હતા. તેઓ 26th May ના રોજ બટાલિક વિસ્તારમાં બોમ્બમારો કરનાર 9મી સ્ક્વોડ્રનના વિમાનચાલકોમાંના એક હતા.તેમણે પ્રથમ હુમલો 80 MM વડે દુશ્મન ઠેકાણાંઓ પર કર્યો હતો અને બીજો હુમલો 30MM ની તોપ વડે. પરંતુ, ત્યારબાદ તેમના વિમાનનું એન્જીન બંધ પડી ગયું હતું અને ઇજેક્શન હેન્ડલ ખેંચ્યું.


પેરાશૂટના આંચકાએ એમને તરત જ બહાર લાવ્યા. અને ફક્ત અમુક સેકન્ડમાં જ વિમાન ટેકરીના કિનારે ક્રેશ થયું, અને એમણે કહ્યું "મારી ઉતરાણ વખતે, મેં જોયું કે કેટલાક લોકો લગભગ 1-1.5 કિ.મી.ના અંતરેથી મારી તરફ ચાલી રહ્યા છે. નીચે હું જે જગ્યાએ પાકિસ્તાન માં ઉતરણ કર્યું એ સ્થળે પાકિસ્તાનના જવાનો એ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો.
પરન્તુ ત્યાંથી છટકી ગયા અને 3-4 કલાક સુધીના પ્રયાસ બાદ પાકિસ્તાનની આર્મીના હાથે ઝડપાઇ ગયા."


આમ 8 દિવસ માટે 03 જૂન 99 સુધી, તેઓ પાકિસ્તાનમાં PoW તરીકે રહ્યા.


ત્યાં તેમની સાથે ખુબ જ બરબરતાંપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, તેમના અનુસાર, આ અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ હતો અને તેમને લાગ્યું કે તેના કરતાં મૃત્યુ વધુ સહેલું હતું. તેમને પેરાસ્યુટ વડે ઉતરાણ દરમિયાન થયેલ ઈજાને કારણે પીઠનો દુખાવો આજે પણ મોજૂદ છે.


પાકિસ્તાની વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન કૈસર તુફૈલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના દાવા અનુસાર સમગ્ર વાતચીત સભ્યતા પૂર્ણ હતી અને બે અધિકારીઓ વચ્ચેની સામાન્ય વાતચીત પ્રકારની હતી.


આ જંગના માહોલ દરમિયાન પાકિસ્તાન પર ભારત સરકાર અને વિશ્વ બંનેનું પ્રેશર એ ખુબ પાકિસ્તાન પર હતું અને જીનીવા કન્વેક્શન તો ખરું જ. રાવલપિંડી થી લાહોર લાવવામાં આવ્યા અને એ ઘડી આવી કે અચાનક જ વાઘા બોર્ડરપર નો દરવાજો ખુલ્યો ને આપણો સપૂત નચિકેતાને ભારત ૩ જૂન ૧૯૯૯ના રોજ પરત મોકલાયા. તેમને પાકિસ્તાનમાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા અને લાહોર-અમૃતસર માર્ગ પર સ્થિત વાઘા ખાતેથી સ્વદેશ મોકલાયા.


ત્યાંના અને આખા દેશના દરેક વ્યક્તિના મનમાં એક હાશકારાની લાગણી અનુભવાય હતી.
બસ. વધારે કઈ નહીં એટલું જ કેહવાનું કે જે આર્મી ના જવાન દ્વારા કહેવામાં આવે છે."અમારા માટે દેશ પ્રથમ,પછી અમારા સાથી અને છેલ્લે અમારી જાન".આપણે દેશની સરહદ પર જઈને ઉભાના રહી શકીયે પણ એને પાછળથી ટેકો આપવો જરૂરી બની જાય છે.


સાચું કહીયે તો એમના માટે અને દરેક જવાન માટે કે જેને કારણે આપણે અતિ નિરાંત ની ઊંઘ કરીએ છે એમના માટે કોઈ શબ્દ નથી એવા દરેક જવાનને આ 125 કરોડની જનતા તરફથી વંદન.

(સ્વીકૃતિ: આ લેખનો અમુક અંશ આઇએએફ જર્નલ માંથી લેવામાં આવ્યો છે)

~ વિશાલ તેરૈયા

Read More

(Copied)

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?

- અનિલ ચાવડા

ગુજરાતની ....છે..ગુજરાતી,
વાત એની નિરાળી ,
છે ભાષા એવી કે એના
શબ્દો સઁગીતના સુરમયી
ગર્વ છે ગુજરાત નું
ભાષા બોલાય જે રુદિયા થી,
એ આ ગરવી ભાષા ગુજરાતની ...
કર્યો માતએ પ્રેમ પ્રથમ જે
લાગણી થી
જે ભાષા થી ...
એવી મારી માતૃભાષા ને
કરુ વન્દન અભિલાષાથી.....
#માતૃભાષા #દિવસ

Read More

|| જય હિન્દ ||

સેલ્યુટ છે આપણી બોર્ડર ઉપર અડીખમ ઉભા રહેલા જવાન ને. હાલમાં પુલવામા આતંકી હુમલાની બનેલી ઘટનાનો દરેકના મન માં જબરજસ્ત ગુસ્સો અને દુઃખની લાગણી છે અને હાલ તો ભારતબંધ કરી જબરજસ્ત વિરોધ અને ગુસ્સો બતાવ્યો, પણ એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે આપણા દેશમાં ઘણોમોટો મજુરવર્ગ છે જે કોઈક રોજિંદા કામ કરી થોડું કમાયને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને સાંજ નું એક ટાઈમ ખુદનું અને પરિવારનું જમવાનું પણ આ રોજિંદા કમાણી થીજ થતું હોય તો આ લોકો જે રોજનું કમાય ને પોતાના છોકરા અને પરિવાર ને પોષે એ છોકરા અને પરિવાર પણ બંધને લીધે આજે રાતે જમ્યા વગર વિરોધ અને ગુસ્સો દર્શાવશે (અને ભૂખ્યા સુઈ જશે).
તો થોડું અલગ વિચારીએ,
કેમ ના એવું બને કે જે કમ્પની કે સંસ્થામાં કામ કરતા હોય ત્યાં એકદિવસ ઓવરટાઈમ કરી જે કમ્પનીની કે ખુદ ની એકદિવસની કમાણી થઈ એ કમાણીથી શહિદભાઈ ઓના પરિવાર ને મદદ કરીએ.
સૌ કોઈ જાણે કે દેશને એક દિવસ બંધ રહેવાથી એકોનોમીને કેટલું નુકશાન થાય તે બદલે 1% પણ આ ઇકોનોમીનો આ પરિવારને મળે તો મહદઅંશે મદદ પુરી પાડી એમ કહી શકાય.
દેશ માં શું થઈ રહ્યું છે એ ફક્ત જોવા ને બદલે દેશ માટે આપણે શું કર્યુ ?, કરી શકીયે અને કઈ રીતે દુઃખની ઘડી માં એ શહીદભાઈના પરિવાર ને ફક્ત પૈસાથી જ નહી પણ લાગણી અને સાંત્વના આપી અથવા શક્ય બને તો રૂબરૂ જઈ સપોર્ટ કરીએ એ મહત્વનું છે.આ એક ભારતીય નાગરિક તરીકે તે કરવા જેવું કાર્ય તો છેજ તેમજ રાષ્ટ્રધર્મ પણ છે.

~ વિશાલ તેરૈયા

Read More

શરીર ભલે અલગ અલગ હોય, પણ જયારે કાન અને ગળા પર ધીરેકથી હાથ ફેરવી સામે વાળી વ્યક્તિ ને સમાવી લેવામાં એટલે કે આલિંગન કરવામાં આવે ત્યારે અચાનક જ ધબકાર એક જ સરખી ફ્રીક્વન્સી પર થઈ જાય. બન્ને ના હ્દય વચ્ચે શૂન્યાવકાશ હોય છે ફક્ત ને ફક્ત લાગણીઓ ની આપ લે થાય. જાદુ ની આ જપ્પી એ બધા જ દુઃખ ને ભુલવી નાખે અને વર્ષોથી ના મળ્યા હોય એ દર્દ પણ. ફક્ત એક આલિંગન એ પણ તમારા પ્રિયજન સાથે એ દુનિયામાં જીવવાના હાજર અને હજાર કારણ બતાવી દુનિયા જીતવામાં માં મદદ કરશે.

હેપી Hug ડે

Read More

આપ લોકો એ આગળના "એટીટ્યુડ ડાયરી"ના બે ભાગ 4.5 સ્ટાર અને 1000+ ડાઉનલોડ સાથે ખુબ સફળ કર્યા અને હવે 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' ને વાંચો તથા તમારો અમૂલ્ય અભિપ્રાય અને પ્રેમ આપો.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' વાંચો
https://www.matrubharti.com/book/19863970/attitude-dairy-part-3

Read More

સુપરહિટ ડાયરી નું નવું ચેપ્ટર...

હાય, માતૃભારતી પર આ વાર્તા 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' વાંચો
https://www.matrubharti.com/book/19863970/attitude-dairy-part-3

Read More

"તમે ત્યાં સુધી ભગવાન પર વિશ્વાસ નહિ કરી શકો જ્યાં સુધી તમને તમારા ખુદ પર વિશ્વાસ નહિ હોય"

સ્વાભિમાન અને સ્વતંત્રતાના રોલ મોડલ એટલે સ્વામી વિવેકાનંદ,

સ્વામી વિવેકાનંદ, નામ કાને પડે કોઈ પણ ના મન માં "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" એ યાદ આવી જાય છે, દરેક ને એ ઠુંસી ઠુંસી ને ગોખવવામાં આવ્યું છે,

જયારે કોઈ પણ વિદ્યાર્થી ને કહેવામાં આવે કે સ્વામી વિવેકાનંદ પર 2-3 વાક્યો કહો, તો બધા જ એ આપણી અમૂલ્ય સિસ્ટમ દ્વારા જે ગોખવવામાં આવ્યું છે એ અને સ્વામીજી એ "ભાઈઓ તથા બહેનો" એટલું કહેતા જ તાળીયોઓ નો ગડગડાટ થઈ ગયો હતો એ જ સૂઝે છે,તે વિદ્યાર્થીને એ પૂછવામાં માં આવે કે "ભાઈઓ તથા બહેનો" પછી શું બોલ્યા સ્વામીજી ?તો મૌન જ ઉત્તર હોય. ક્યારેય પણ એ વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ સ્પીચ આટલી બધી પ્રભાવશાળી કેમ રહી? આ વાત માં તે વિદ્યાર્થીઓનો વાંક નથી કે શિક્ષકોનો (મહદંશે ગણાય).પણ આપણી લાડકી એજ્યુકેશન સિસ્ટમ નો છે.

વિવેકાનંદ જાણીતા વિચારક હતા. વિવેકાનંદના જણાવ્યા મુજબ રામકૃષ્ણ પાસેથી તેમણે મેળવેલ મહત્વનો ઉપદેશ "જીવ એ શિવ છે" હતો.(દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે).

તો શું તેઓ ફક્ત અધ્યત્મિક ગુરુ હતા? એમના લેખ અને લેક્ચર ની નોટ્સ વાંચો તો જણાય કે તેઓ આધ્યાત્મિકતા ની સાથે સાથે વિજ્ઞાન, સાયકોલોજી,બેહેવીયર, સંસ્કૃત અને યોગ પર તેઓ પ્રભુત્વ ધરાવતા.

સાંખ્ય તત્વજ્ઞાન પરનું વિવેકાનંદનું વક્તવ્ય સાંભળીને મહાન ઈલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાને તેની વિશ્વ ઉત્પત્તિમા,વેદાંત આધારિત અભિપ્રાયના કારણે તેઓ એવું વિચારતા થયા હતા કે પદાર્થ એ ઊર્જાની અભિવ્યક્તિ છે. સ્વામી વિવેકાનંદનું વેદાંત પરનું પ્રવચન સાંભળ્યા પછી ટેસ્લા પણ એવા તારણ પર આવ્યા હતા કે વિશ્વ ઉત્પત્તિના કોયડાને ઉકેલવા માટે આધુનિક વિજ્ઞાન સાંખ્ય તત્વજ્ઞાનની મદદ લઈ શકે છે અને તેઓ એવું સાબિત કરી શક્યા હતા કે વસ્તુને ઘટાડીને તેને ગણિતિય સંભવિત ઊર્જા બનાવી શકાય છે.

એમાં એક ભારતીય તરીકે આપણો ધર્મ છે કે સ્વામી વિવેકાનંદ ની એક અને 19 મી સદી માં પ્રકાશિત થયેલ સૌથી શ્રેષ્ઠ પુસ્તક, આ પુસ્તકમાં ફક્ત તેમનો થોડો કાર્ય કાળ કે જેમ કે તેમણે જે લેકચર, વકૃત્વ અને પત્રો અને જે દેશ વિદેશ યાત્રા કરી છે એ બધી જ વાતો લેક્ચર ની નોટ્સ અને જે સ્પીચ આપતા એ બધી સિસ્ટર નિવોદિતા લખી ને સાચવતા, એ છે "કમ્પલીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ". આ પુસ્તક નું એક પાનું વાંચતાજ એમ થાય કે એ સમયમાં આટલું જ્ઞાન હોવું એ ચમત્કાર જ કેહવાય, આગળ જે વાત કરી એ વૈજ્ઞાનિક અને બીજા મહાનુભાવ સાથે ના પત્રો દરેક એ આ 9 બુક ના સેટ માં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ને વિનંતી છે કે "અદ્વૈત આશ્રમ" દ્વારા પ્રકાશિત આ ભવ્ય ગ્રંથ ને ખીરીદી કરી થોડું વાંચે તો પણ આ દેશ નો કંઈક અલગ વિકાસ હશે એવું જણાય છે. હું પણ ધીમે ધીમે સમજતા વાંચું જ છું મેં પણ પૂર્ણ કરી નથી નાખ્યું વાંચવાનું. પણ જેટલું વાંચ્યું એટલા પરથી આ કહું છું. અને ફ્રી માં વાંચવી હોય તો આ લિંક જુવો

https://advaitaashrama.org/cw/content.php

બસ,આમાં તમને લાગશે કે કંઈક મારી સ્વાર્થ છે, અને વાત સાચી છે. આમાં હું દેશનું ભલું થાય, આજના યુવાનો જે મટી - રિયાલિસ્ટિક એ બદલે રિયાલિસ્ટિક બને તથા જ્ઞાન અને સંસ્કાર મળે એ જ સ્વાર્થ છે.
~વિશાલ તેરૈયા

Read More

ફક્ત અનાયાસે સ્ક્રોલ કરતા કરતા એક જબરજસ્ત કવિતા મળી ગઈ..જરૂર વાંચજો !!💐

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સ્ત્રી...' વાંચો
https://www.matrubharti.com/book/19863019/stri

Read More