હુ કોઈ લેખક નથી પણ લખવુ મને ગમે છે.

તારા વગર જીવવું પણ સહેલું નથી,
તું નથી તો તારી યાદોના સહારે જીવું છું
#સહેલું

તારી જોડે જીંદગી વિતાવવા બધા જોડે લડવાની હિંમત છે,
પણ એમાં તારા સાથની બઉ જ જરૂર છે.
#હિંમત

બધાજ બહારથી ખુશ દેખાતા ચહેરા જીવંત,
નથી હોતા કોઈક અંદરથી મરી ચૂકેલા હોય છે.
#જીવંત

એ રોજ મળવા તો આવે છે,
પણ સપનામાં વાસ્તવિક નહી.
#વાસ્તવિક

તારી યાદો સાથે તો બઉ મુલાકાત કરી,
એકવાર તારી સાથે મુલાકાત કરવી છે.
#મુલાકાત

તું મારા દિલની રાણી છે કે નહી એતો ખબર નહી,
પણ તારા પ્રત્યે લાગણી છે એટલી કોઈ પ્રત્યે નથી
#રાણી

તમારી ગુણવતા તમારા પ્રભાવ અને ધંધા ઉપરથી નક્કી થાય છે.
#ગુણવત્તા

મારા મિત્રોને ખબર છે કે તને પ્રેમ કરું છું,
અફસોસ એક તને જ નથી કહી શકતો
#ખાનગી

અત્યારે તું મારી જોડે નથી તો શું થયું,
મારી યાદોમાં અને પાસવર્ડમાં તું જ છે.
#પાસવર્ડ

પહેલા બન્ને સમય ચોરીને વાત કરતા,
હવે એમને સમય મળે ત્યારે વાત કરે છે.
#ભૂતકાળ