હું કોઈ લેખક નથી,વ્યવસાયે એક વેપારી છું. નવરાશના સમયનો લખવામાં ઉપયોગ કરું છું.

ભાવેશ રોહિત લિખિત નવલકથા "ફરી મળીશું !!" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/23445/n-a

આ મોસમ કેમ બદલાઈ છે પછી ખબર પડી કે
આતો તારી યાદો ના વાવડ છે

-ભાવેશ રોહિત

હું તારાથી એટલો પણ અજાણ નથી કે
તું વિચારે ને હું સમજી ના શકું

-ભાવેશ રોહિત

" બત્રીસ લક્ષણો " ઘણીવાર આ શબ્દ રોજબરોજના જીવનમાં સાંભળ્યો હશે. પણ ક્યાં ક્યાં અને કેવા કેવા લક્ષણો એ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી.

આપણે " મનુષ્યમાં બત્રીસ લક્ષણો હોય " કહીયે છીએ ખરા પણ ક્યાં ક્યાં લક્ષણો છે એ કોઈ જાણતું નથી. એમાના ઘણા લક્ષણો આપણે પશુ પક્ષીઓ પાસેથી પણ લેવાના છે. તો આવો જોઈએ એ બત્રીસ લક્ષણો.....

મનુષ્યના પાંચ લક્ષણો
૧) ક્ષમા
૨) સત્ય
૩) ધીરજ
૪) વાકપટુતા
૫) સ્વમાન

કાગડાના પાંચ લક્ષણો
૬) લાજ
૭) ચંચળતા
૮) સમય પરીક્ષા
૯) અવિશ્વાસ
૧૦) એકતા

કુતરાના છ લક્ષણો
૧૧) અલ્પનિદ્રા
૧૨) વફાદારી
૧૩) સાહસ
૧૪) ચપળતા
૧૫) કૃતજ્ઞતા
૧૬) સંતોષ

મોરના સાત લક્ષણો
૧૭) દેખાવમાં સુંદર હોવું
૧૮) ઉચ્ચ સ્થાને બેસવું
૧૯) શત્રુને મારવો
૨૦) યુક્તિપ્રયુક્તિ જાણવી
૨૧) મધુર સાંભરણ કરવુ
૨૨) સુઘડતા રાખવી
૨૩) સ્વસ્થ રહેવું

કુકડાના ચાર લક્ષણો
૨૪) વહેલા ઉઠવું
૨૫) પરિવારનું ભરણપોષણ
૨૬) સ્ત્રી પ્રેમ
૨૭) યુદ્ધમાં અડગ રહેવું

ગધેડાના ત્રણ લક્ષણો
૨૮) મહેનત
૨૯) દુઃખને ગણવું નહીં
૩૦) સંતોષી જીવન

બગલાનું એક લક્ષણ
31) ધ્યાન

સિંહનું એક લક્ષણ
32) પરાક્રમ કરતું રહેવું


- રોહિત ભાવેશ

Read More

માતૃભારતીના તમામ વાચકોનો ખૂબ ખૂબ આભાર જેઓએ મારી પહેલી જ નવલકથા " ફરી મળીશું !! " જેને 2000+ વાંચકો માંડ્યા અને 750+ ડાઉનલોડ થયા છે જે બદલ હું સર્વેનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો કિંમતી અભિપ્રાય આપવા વિનંતી.


ભાવેશ રોહિત લિખિત નવલકથા "ફરી મળીશું !!" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/23445/n-a

Read More

એવું નથી કે મારા બધાજ જવાબો ખોટા છે
ખોટા તો તેઓએ પ્રશ્નો પણ પૂછ્યા છે

-ભાવેશ રોહિત

" અનુભવ "

અનુભવ સારો હોય કે ખરાબ, આપણને કૈક શીખવાડતો જાય છે. ઘણા અનુભવ એવા પણ હોય છે જે આપડે ક્યારેય ભૂલી શકતા નથી કે પછી જાતે ક્યારેય ભૂલવા માંગતા નથી.

પણ હું તો એને જ હોશિયાર ઘણીશ જે વ્યક્તિ પોતાના ખરાબ અનુભવ માંથી કૈક હકારાત્મક પ્રેરણા મેળવી ને એ કડવા અનુભવ ને મીઠી યાદો માં પરિવર્તિત કરી દે.

ઘણીવાર કડવા અનુભવ પણ યાદ રાખવા યોગ્ય હોય છે, જે તમને તમારા ખરાબ સમય નો વારંવાર યાદ અપાવે છે. હાલની ખુશી માં તમને તમારા એ અનુભવ તમને એ ખુશી ને કાયમ માટે તમારી સાથે સાંકળી રાખવા માટે તમને પ્રોત્સાહિત કરે છે.

દરેક અનુભવ સારા હોય એવું પણ નથી હોતું ઘણા અનુભવ એવા હોય છે કે જેને ભૂલી જવાય એમાજ મજા હોય છે. જો તમે એને ભૂલી જાવ તોજ જિંદગી માં આગળ વધી શકો.
એવું પણ નથી કે તમે ત્યાંજ અટકી જાવ પણ એ આપણે આપણા દ્યેય સુધી પહોચવામાં આડા આવી શકે છે. માટે સારા અનુભવ નું ઉદાહરણ લઇ અને ખરાબ અનુભવ ને એક સપના ની જેમ ભૂલી જઈને પોતાના દ્યેય પ્રાપ્ત કરવા મહેનત કરીએ.

હોશિયાર માણસ પોતાની ખબર પરિસ્થિતિ ને પણ એક તક તરીકે જોતો હોય છે, એ પોતાના એ અનુભવો માંથી પણ કંઈક શીખી લેવાની ઈચ્છા ધરાવતો હોય છે. તે વ્યક્તિ એવું વિચારતો હોય છે કે કુદરતે એ તેને આ એક તક આપી છે.

Read More

જ્યારે પણ આ કવિતા સાંભળું અથવા વાંચું છું ત્યારે એક અલગ ઉર્જા પેદા થાય છે. જીવનમાં દરેક પરિસ્થિતિમાં હસતા રહેતા શીખવાડે છે. મારી 4 વર્ષની દિકરીને પણ આ કવિતા મેં શીખવાડી છે. ગમેતેવી પરિસ્થિતિ હોય ક્યારેય હાર નહિ માનવી સુખ દુઃખ આવ્યા કરે પણ હંમેશા મોજમાં જીવવું. તમારી પાસે જે છે એમાં ખુશ રહેવું. બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધશો તો હંમેશા દુઃખી થશો માટે પોતાના દુઃખમાં પણ ખુશ રહેતા શીખો.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

ધ્રુવ ભટ્ટની...
આ સુંદર રચના

Read More

એક એવો વ્યક્તિ કે જે જીવનમાં પહેલીવાર ગામડું છોડીને શહેરમાં આવે છે અને તેને અહીંયા મળે છે ઈશા નામની એક છોકરી જે તેનું સર્વસ્વ બની જાય છે. એક દિવસ એવો આવે છે કે બંને વિખુટા પડી જાય છે અને જીવનના એવા તબક્કે મુલાકાત થાય છે જ્યાં તે જાતે જ નક્કી નથી કરી શકતા કે હવે શું કરવું?? વધારે જાણવા માટે એકવાર મારી સ્ટોરી ફરી મળીશું !! વાંચો. અને એનો કિંમતી અભિપ્રાય આપો.

https://www.matrubharti.com/novels/23445/fari-malishu-by

Read More

આફ્રિકામાં ક્રાંતિ થઈ તો નેતાઓએ અખબારમાં છપાવી દીધું કે આફ્રિકામાં શિક્ષણ બમણું થઈ ગયું છે. પણ જ્યારે ખરેખર તેની પાછળ સાચી શોધખોળ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આફ્રિકાના એક ગામડામાં પહેલા જે સ્કૂલમાં એક બાળક અભ્યાસ કરતો હતો ત્યાં હવે બે બાળકો આવે છે. માટે ત્યાં શિક્ષણ બમણું થઈ ગયું !!

આંકડા જેટલું જુઠ્ઠું બોલે છે એટલું બીજું કોઈ બોલતું નથી.
દેશમાં લોકો ગરીબ થતા જાય છે અને છાપા વાડા લખે છે કે દેશની સંપત્તિ માં વધારો થઈ રહ્યો છે. લોકો મૃત્યુ પામે છે અને નેતાઓ આંકડાઓ સમજાવે છે.

હમણાં તમે રોજેરોજ સમાચારમાં જોતા હસો. કોરોનાના ના આંકડા. આજે એટલા નવા કેશ, આજે એટલા સજા થયા,આજે આટલા મૃત્યુ પામ્યા પણ જમીની હકીકત કંઇક અલગ જ હોય છે.

હું અર્થશાસ્ત્રી નથી એટલે મને તો એમાં ઓછું ખબર પડે પણ હમણાં GDP ના આંકડાઓ આવ્યા. બધાએ પોતાને અનુરૂપ પોઝિટીવ નેગેટીવ રીવ્યુ આપ્યા. પણ એક સામાન્ય માણસને GDP શુ છે તે પણ ખબર નથી હોતી. બસ આ બધી આંકડાઓની માયાજાળ છે.

"સૌથી મોટું જૂઠ કઈ હોય તો એ આંકડાઓ છે."

Read More