Hey, I am on Matrubharti!

આભલે અનરાધાર પાથર્યા મોતીડાં,
જો ને ધરતી હરખાય.
વિહરે છે મુક્ત થઈ કલ્પન પંખીડાં,
ભીતર ચોમાસું વરતાય.

epost thumb

આજકાલ મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ અંદરથી હરખાય છે કારણકે,
શાળામાં જવાય કે ન જવાય, પરીક્ષા લેવાય કે ન લેવાય કે પછી પરીક્ષા અપાય કે ન અપાય..., *પાસ* જ છે.

પણ જરાક વિચારજો કે શિક્ષણથી વેગળો વિદ્યાર્થી એ રાષ્ટ્રનું પતન નથી??😞

એક શિક્ષકનું કંપન...✒️

Read More

એક સંવેદનશીલ પદ્યરચના

વર્ણોચ્ચારની ઓળખ આપતી એક રચના.

એક સૉનેટ

સમજણને ય સમજવા કેટલી સમજણ જોઈએ છે!!

-રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

એક ગઝલ

*અહમ્*
==================================
એક શૈક્ષણિક સંસ્થાના કેટલાક શિક્ષકો સમૂહમાં બપોરનું ભોજન લેવા બેઠા હતાં. બધા જ પ્રેમથી ભોજન આરોગતાં હતાં ત્યાં તે જ શાળાનાં પ્રધાન આચાર્યા ત્યાંથી પસાર થતાં હતાં. પરંતુ તેણીનાં મનમાં ખટકો થયો કે - કોઈ ઉભા કેમ ન થયું? તેથી તે પોતે જ ઉભા રહી ગયા ને પેલા શિક્ષકો તરફ ફરીને કહ્યું -

"તમે કંઈ ભૂલી તો નથી રહ્યાં ને!"

શિક્ષકોએ એકબીજા સામે જોયું ને સહજ ના પાડી.

"ચોક્કસ!?"

- મેડમની કાજળ આંજેલી આંખો, હતી તેના કરતાંય મોટી થઇ; ને જાણે વાત સમજી ગયા હોય એમ એક શિક્ષકને બાદ કરતાં સૌ પોતાની જગ્યાએ ઉભાં થઇ ગયા.

"હું જ્યારે પસાર થાઉં ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉભા થવું..."
એમ કડકાઈથી બોલ્યાં.
"...ને ઘણાને સંભળાય પણ ઓછું છે." - જમતા રહેલા શિક્ષક તરફ નજર કરી મૅડમે વધું ઉમેર્યું.

આ સાંભળતાં જ જમનાર શિક્ષકે મીઠા મલકાટ સાથે કહ્યું કે - "ભગવાન સમક્ષ માણસ બહું તુચ્છ છે, ને હું મારા ભોજનને ઈશ્વર તુલ્ય ગણું છું. માટે હું મારા ભગવાનનું તો અપમાન ન જ કરી શકું."

છેલ્લો કોળિયો પૂરો કરી પોતાની થાળી લેતાં પહેલાં તેને વંદન કરી વોશબેઝિંગ તરફ ચાલતા થયા ને ત્યાં જે હતાં તે એકબીજા સામે જોતાં જ રહ્યાં.
###

રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ

Read More

ભૂખ માથે ચઢી છે
=================================
એમ જ વાતો કરતાં હતાં,
ટોળા ટપ્પા ને ગપ્પાં હતાં,
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!

શું કરીએ?
માળીએ તો ખરા જ ને !
મનની વાત
ક્યાંક કહીએ તો ખરા જ ને !
ઘર થોડાં લૂંટતા હતાં?
મન હળવાં કરતાં હતાં!
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!

ને ભૂખ કોને નથી હોતી?
વળી, શેની નથી હોતી?
આપણે રહ્યાં માનવતાર,
એકબીજાનાં તારણહાર!
આટલું જ સમજાવ્યું,
ને તેમને લાગ્યું
ભૂખ માથે ચઢી છે...!

###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Read More

ગભરાઈશ નહીંં
=================================
કાલે સારું થઇ જાશે,ગભરાઈશ નહીં,
પડશે એવી દેવાશે, ગભરાઈશ નહીં.

ક્યાં અહિં કોઈ શીખીને આવ્યું છે?
અનુભવે સમજાશે, ગભરાઈશ નહીં.

કાબેલિયત; એ જ નિજ ઓળખ,
લોકો અજમાવશે, ગભરાઈશ નહીં.

ખોટા હજારવાર કોઈ ભલે ને ઠેરવે!
કર્મ તારા પડઘાશે, ગભરાઈશ નહીં.

ઘોર અંધકારને ભેદતી સોનેરી પરોઢ,
ઘણું પડકારશે, ગભરાઈશ નહીં.

ને હોય શ્રધ્ધા જો ખુદ પર; તો પછી,
કુદરત સંભાળશે, ગભરાઈશ નહીં.

###

રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Read More