The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
33
30.5k
47.9k
૨૦૦૫થી શરૂ થયેલી સાહિત્ય સર્જન યાત્રા - જે અવિરત ચાલુ છે .અનુક્રમે પ્રિન્ટ મીડિયા(સંદેશ પ્રકાશન , દિવ્ય ભાસ્કર, મુંબઇ સમાચાર, મિડ - ડે , ગૃહશોભા,અભિયાન) અને ડિજીટલ પ્લેટફોર્મ(Amazon Kindleથી લઈને માતૃભારતી તેમજ અન્ય) માટે લઘુનવલ્સ,નવલકથાઓ અને વાર્તાઓ લખેલ છે .
#હોઠ શાયરો અને કવિઓનાં પ્રિય શબ્દ હોઠ વિશે શું કહેવું , શું ન કહેવું ! હોઠ તો છે દરેક ' પ્રેમ 'ની અભિવ્યક્તિનું અનોખું સબળ માધ્યમ ! જન્મતાં જ માતાને સ્પર્શે એ હોઠ, 'મા'ની મમતા છલકે છલોછલ....અંતર થઈ રહે તૃપ્ત! પિતાનાં હોઠ સ્પર્શે મસ્તકે, વરસે પિતૃત્વની લાગણીઓ બેસુમાર.....ધન્ય થઈ રહે મસ્તક! સહોદરનાં હોઠ સ્પર્શે અને વરસી રહે સ્નેહસાગર અને મસ્તી અનરાધાર ! પ્રિયનાં હોઠની વાત શી ! જન્નતની સફરનો કરાવે એ અહેસાસ...મળે જીવનનો અર્થ ! ખુદનાં બાળનાં સ્પર્શયા હોઠ , ઓગળી ગઈ ફરિયાદો બધી અને ભૂલી ગયાં દુનિયા સમસ્ત ! 🙏🏻🙏🏻🙏🏻
#કમી શું તમને જિંદગીએ આપ્યું છે તમારું મનચાહયું બધું જ ??? ના..... તો એ અહેસાસ એટલે કમી...... શું તમને જિંદગીએ ક્યારેય અણધાર્યુ આપ્યું છે કશુંય ? હા...... એ અહેસાસ એટલે ખુશી..... ધારેલું ન મળે એ કમી અને અણધાર્યુ મળી જાય ત્યારે ખુશી ! હા , એ બે વચ્ચેનો શબ્દ છે સંતોષ ...જેનો અહેસાસ ધારેલું મળે ત્યારે થતો હોય છે પણ દરેક વખતે એ ક્યાં મળે છે ? એટલે કમી અને ખુશીનાં અહેસાસ વચ્ચે જે ઝૂલી રહી છે , એ જ છે સાચી જિંદગી...
પ્રકૃતિનું સૌથી સુંદર બાળક એટલે કેરળ....ક્યાંયથી કોઈ પણ તસ્વીર લ્યો મસ્ત જ હોય! જ્યાં અખૂટ જળભંડાર .....અંદર નદીઓ રેલમછેલ તો બહાર ફરતે સમુદ્ર ઘૂઘવે. છે ત્યાં વિપુલ વનરાજી.....ભર્યા જંગલો , ચાનાં બગીચાઓ અને અધધ નારિયેળનાં વૃક્ષો. મનગમતી આબોહવા.....આહલાદ્ક...ન પજવે ઠંડી કે ન ગરમી ! બબ્બે વાર ચોમાસુ ભરપૂર વરસે...અકાળ શું કયાં છે ખબર એને ? ચા -કૉફી અને ચોખા , સાથે છે નારિયેળનો કાયમી સંગ. છે જ્ઞાન પીપાસુઓ માટેની એ અધ્યયન ભૂમિ, છલકે છે ત્યાં જયોતિષ - વૈધવિદ્યાની વિભૂતિઓ ઘણી. કેરળ એટલે કેવલ પૂછો એ કે શું નથી ત્યાં ? #કેરળ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser