મારા વિશે લખું એના કરતાં હું માત્ર લખું એ વધારે મહત્વ નું છે.

આજના નવા સમયના માતા પિતાઓ ને મારા પ્રણામ.

તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. કેવી રીતે એ જાણો છો?

સ્પર્ધા ના નામે.

અને આગળ પણ તમે મુરખ બનતા રહેશો,જો તમે એવું વિચારતા હોવ કે તમારું બાળક કોઈ સ્પર્ધા માં છે અને ક્યારેક એ સફળતા ના શિખર પર હશે.

કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે.

તો પછી લોભ સફળતાનો હોય ત્યાં તો વાત જ શી કરવી?

અને તમારી માટે ધુતારા છે સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન વાળા.

તમારું નાનું બાળક એમની માટે એક સાધન છે .કેમ?
કેમ કે સ્પર્ધા એ લોકો ની વચ્ચે છે.
એ લોકો ને ઊંચું સ્થાન જોઈએ છે.
એ લોકો ને અવ્વલ નંબર જોઈએ છે.
એ લોકો ને પોતાની બ્રાન્ડ બનાવવી છે.

અને તમારું વ્હાલું બાળક આ બધો બોજ ઉઠાવનાર મજૂર બને છે.તમે વિચાર્યું છે ક્યારેય?

કે કેમ બાળકો ના એડમિશન માં પણ પરીક્ષા હોય છે?

કેમ કે એમને એવા મજૂર જોઈએ છે જે એમનો બોજ ઉઠાવી શકે.

અને એમને એવા માતા પિતા જોઈએ છે જે એમના આ માર્કેટિંગ ના ખર્ચ ઉપાડી શકે.

હા, તમે સ્કૂલ ફી માં એ એમ.બી.એ. ના માણસ નો પગાર ચૂકવો છો જે સ્કૂલ ને બ્રાન્ડ બનાવી શકે.
એ શિક્ષક નો નહીં ,જે તમારા બાળક ને સક્ષમ બનાવી શકે.

શિક્ષણ આજે પણ તમારી આર્થિક પહોંચ ની બહાર નથી,પણ સ્કૂલ ના મેન્ટેનન્સ નો ખર્ચો ! બહુ વધારે છે.

અને તમે એ સ્કૂલ ના ખર્ચ આપી રહ્યા છો, તમારા બાળક ની ફી નહીં.

જો બાળક આ બોજ ના ઉઠાવી શકે તો ?
એ લોકો તમારા બાળક ને નહિ સ્વીકારે.

એમની સ્કૂલ કે સંસ્થા માંથી બહાર કરી દેશે અને ઠોઠ કે નકામો કે આળસુ, એવું કોઈ પણ નામ એની સાથે જોડી દેશે.અને તમને પણ વિશ્વાસ અપાવી દેશે કે બાળક નકામું છે.એને ભણવું જ નથી.

તમે પણ આ વાત માની જાઓ છો.અને તમે પોતાના જ બાળક ને મારો છો, ધિક્કારો છો. અને એના બાળપણ ને આ બોજ નીચે કચડી નાખો છો .

અહીંયા હજી પૂરું નથી થતું.

બીજી તરફ,જો બાળકે આ બોજ ઉઠાવી લીધો,
પણ તમે સ્કૂલ ની સ્પર્ધા ,માર્કેટિંગ ખર્ચ કે જેને એ લોકો ફી કે છે એ ના આપી શકો તો?
તો પણ એ લોકો તમારા બાળક ને કાઢી મુકશે.

અને અહીંયા સમાજ અને લોકો બાળક ના મન માં તમારી માટે ધિક્કાર ની લાગણી ઉભી કરવાનું કામ કરશે કે તમે ફી ના ભરી શક્યા એટલે એ આગળ નહિ આવી શકે.

અહીંયા તમારા બાળક ના મન માં નફરત નું બીજ રોપાઈ જાય છે.

આ બન્ને રીત થઈ તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.

બાળક એક વિશિષ્ટ રચના છે.દરેક બાળક.કોઈ કોઈનાથી આગળ કે પાછળ નથી હોતા.
એ આ દુનિયા માં કાઈ પણ કરી શકે જો તમે એનામાં ભરોસો મુકો તો.
બાળક ને પ્રેમ કરો.
એનું આખું જીવન કોઈ એક સ્કૂલ ના કહેવાથી નહિ પણ તમારા એ વાતો માની લેવાથી બદલાશે.

અહીંયા વાત કોઈ ના વિરોધ ની નથી.વાત છે તમારા અને તમારા પ્રિય બાળક ના સંબંધ ની.

કોઈ મેનેજમેન્ટ ના માણસ ની વાતો થી પ્રેરાઈ ને એવું ના માની લેશો કે તમારા બાળક નું હવે જીવન માં કાઈ નહિ થાય.

બાળક ને પ્રેમ આપો.

અને જરૂર જણાવજો કે તમે મૂર્ખ બન્યા છો?

Read More