insta id @yaxjoshi9216

*સમયે મને શીખાડ્યું છે કે*
*તમે પણ કોઇ ના માટે ખાસ હોવ છો*,
*પણ*. .
*થોડાક સમય માટે જ*...

ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે...
#બાળપણ #dosti

Read More

પુરાવો ' કોઈ પણ ' નક્કર' નથી મળતો,

મળે છે ' નાગ પણ ' શંકર નથી મળતો.

નકામો શોધશો ના.. બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો ' શાયર નથી મળતો.

અરીસા માં નહીં શોધો તમે ' *માણસ* ',
બહાર હોય છે એવો.. એ ' અંદર ' નથી મળતો...


good morning😘

Read More

બાકી બધા સ્વેત ને શ્યામ વર્ણ(રંગ) છે રવિવાર,
પાનખર માં નીચે ખરી પડતા પર્ણ છે રવિવાર,

મિત્રતા ની દૃષ્ટિ થી તું એક કર્ણ છે રવિવાર,
આમ તો તું લોકરમાં રાખેલું સ્વર્ણ છે રવિવાર,

જ્યારે થાકી-હારી ને હું બેસી જાવ છું
મને આશ્વાસન આપતો એક વર્ણ(શબ્દ) છે રવિવાર,
~ યક્ષ જોશી~

Read More

❝Güjârātí😋😜😎❞
❛થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…

વગર ઊંધે જ સપનાને પ્રદેશે જઇ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ પડી આંખો…

અમે તો જોઇને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,
હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો…

ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,
પરંતુ એક વખત ગઇ તો પછી ના સાંપડી આંખો…

ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,
હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…

છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી જ દ્રષ્ટીનું,
જગત ને જાત વચ્ચેની બની ગઇ છે કડી આંખો…

અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારી, જરા તો ડર,
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો…

જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,
પછી ‘બેફામ’ જન્નતમાં જ મારી ઊઘડી આંખો…❜

🏝🏝🏝

Read More

માંગણી તો વાત ની કરી હતી
ક્યાં તારા સાથ ની કરી હતી
થોડી તો જીદ કરી હતી
ક્યાં કોઈ દિલ ની રીત તોડી હતી
મળી તું મને એ વાત સારી હતી
પણ રીસાણી એ વાત મે ક્યાં વિચારી હતી
ગુલાબ ની જેમ ચમક તી હતી
એટલેજ રોજ day પર
બસ તું ને તુજ દેખાતી હતી

"યક્ષ જોશી" ✍🏻

Read More

❛સબંધો ને સાચવવા માટે.
કયારેક માની જાવુ પડે,
કયારેક મનાવી લેવુ પડે,
કયારેક સમજવુ પડે,
કયારેક સમજાવવુ પડે,
અને કયારેક જાતુ પણ કરવુ પડે.❜

Read More

યાદ મુકી જવાનો આ રસ્તો છે, એવું લખો કે લોકો વાંચ્યા કરે અથવા એવું જીવો કે લોકો લખ્યા કરે.!!!
yaxjoshi.

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે,
દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે.

દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે.

મારું જીવન તિમિર ગણો છો ? ભલે ગણો,
ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે

આ એ જ દિલ છે, એ જ છે આસન મયૂરનું,
જ્યાં આપનો આવાસ ઘણી વાર હોય છે.

એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.

જીવન-કિતાબ લાખ પ્રકારે લખાય પણ,
સરખે સહુનો અંતમહીં સાર હોય છે.

ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે.

ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.

યક્ષ જોશી...

Read More

❛બે અજનબી ઓ વચ્ચે
સંબંધ બંધાય તે હું...

હ્રદયો ના ભાવો
ઓળખી લઈ ધબકુ તે હું...

અકાળ બદલાશે
જરૂર હરીયાળી ઓમાં...

તારા હ્દય પરનું
પુષ્પ જે ખીલ્યું તે હું...

કલમની શાહી
હવે થશે પુરી મહેરબાન...

તારી આંખેથી જે
સ્મિત છલકે તે હું...❜-યક્ષ જોશી

Read More