શબ્દોના લોકસાહિત્યકાર

તમે જો દુ:ખથી પીડાવ છો તો તમે દુનીયાના સૌથી મોટા કલાકાર છો.
- યુવ (શબ્દોનું લોકસાહિત્ય)

વિશ્વ મન‌ વિજય‌ કરું છું, તારો સ્પર્શ અનેરો છે, વાત વાતમાં બોલી જાઉં છું,‌ તારો સ્વર અનેરો છે.
- યુવ વિશ્વ

દફનાવી દઈશ મારા બધા સ્વપ્ન,‌જો તું કબ્ર ખોદી ને દે તો, જરીક મીટ માંડીને જો, હવે મારામાં રામ નથી

ઓલરાઉન્ડ બનવામાં યુવ કોઈ દી ઓલડાઉન પણ થઈ જવાય.
- યુવ

મને મુરદ્વી ના સમજો યુવ, હું તો નિષ્ફળ પ્રેમી છું, હવે તો અનુભવના પણ એંધાણ રાખું છું.
- યુવ

વિકાસના માર્ગમા ઉંમરો મળ્યો, તમે સફળ છો
મનોમંથનમા આભમાનો તારો ખર્યો, તમે સફળ છો!

ઊંડા સાગરમા મરજીવા મળ્યા મોતી , તમે સફળ છો
અગનજ્વાળાઓના રણમા વીરડી ગોતી, તમે સફળ છો!

અશક્યતાના શિખરે પહોચ્યા, તમે સફળ છો
રંકતા ના સિમાળા ઓળંગી સુખે પહોચ્યા, તમે સફળ છો!

વલખવતુ સમૃધ્ધ જીવન; પા..ઘડી જીવ્યા, તમે સફળ છો
સમયે નીકળી ઈશ્વર ભેટી પડ્યો, તમે સફળ છો!

ઈચ્છા-આશા-મહેચ્છા-તૃષ્ણા પૂર્ણ થઈ, તમે સફળ છો
મુત્યુ બાદ કફન પણ અજાણ્યા નીકળ્યા, તમે સફળ છો!

- યુવરાજસિંહ સોલંકી
શબ્દોનુ લોકસાહિત્ય

Read More

મનની મુરાદ મારી નાની પડે છે,
જ્યા અખંડ વાત્સલ્યમા પણ ક્યાક કમી પડે છે,
માની લીધુ કે પરીસ્થીતીમા માણસને રડતો જોયો,
પણ અહીંયા તો ઈશ્વરને રડતા જોયા છે.

- યુવરાજસિંહ સોલંકી
શબ્દોનુ લોકસાહિત્ય

Read More

ટેલેન્ટ અને માર્કસ ક્યારેય મેચ નથી થાતા,
ભુતકાળ જોઈલો, વર્તમાન જોવો અને કદાચ આ ભવિષ્યની આગાહી પણ હોઈ શકે.

તેથી વિચારો અપડેટ ન રાખો, વિચારો રચનાત્મક રાખો.

- યુવરાજસિંહ સોલંકી
શબ્દો નુ લોકસાહિત્ય

Read More