જાત સાથે જાત જોડી જોઉં છું,ને જાત - જાત ના મળે તો રોઉં છું

કોને ખબર હતી કે
મારી ત્યાં કબર હતી !
એલા,મોટા મકાન પર જ
સૌ કોઈ ની નજર હતી
ઝલક

ખુદા ને ખુદ પર
વ્હેમ થયો
બંદા નો મુજ પર
રહેમ થયો!
ઝલક

ઘણાં ને ઘણુંય
ઘણી વાર થઈ જાય !
ને ઘણાં ઘણું કરવા માં
પાછળ કાં રહી જાય ?
ઝલક

શોધખોળ બાકી છે
હજુ,મારી જાત ની
ફક્ત પરિચય થયો છે
એક મુલાકાત થી
ઝલક

છોડ ને રણછોડ
શાને પકડી મારી સોડ!
લાગે છે, ફરી લાગી છે
તને ખરાં માખણ ની હોડ
ઝલક

પગલે પગલે પત્થર ને
કાંટા હોય તોયે
મન ધાર્યું કરતાં મન
ને રોકી શકે ના કોઈ
ઝલક

સમજ છે સમજ માં
ને સમજ બહાર છે?
પણ,સમજી નથી શકતાં
જે સમજદાર છે!
ઝલક

હાલતાં-ચાલતાં ચોટ વાગી
ને અચાનક આ મન
થઈ ગયું વૈરાગી ?
ઝલક

ઘડી બે ઘડી પાસ
બેસ ને ઓ ઘડી
પળ આવે કે જાય
થાય તને શું વળી??
ઝલક

તને થાય હું છું
મને થાય તું છે?
છતાંય કોઈ નહિ!
પ્રભુ,આ બધું શું છે?
ઝલક