Hey, I am on Matrubharti!

મારા અંગનું ઓઢણ છે તું
આવીને તું ઓઢાડી જા.
મારી આંખનું કાજળ છે તું
આવીને લગાડી જા.
મારા સુખનું વાદળ છે તું
આવીને પલાળી જા.
મારી ખુશીનો ખજાનો છે તું
આવીને હસાવી જા.
મારા શ્યામની બંસીનો સૂર છે તું
આવીને વગાડી જા.
મારા મૌનની પરિભાષા છે તું
આવીને સમજાવી જા.
મારા ડગુમગુ પાવનો સંગાથ છે તું
આવીને સંભાળી જા.
મારી ડૂબતી નૈયાનો નાવિક છે તું
આવીને ઉગારી જા.
મારા એકલવાયા જીવનનો અહેસાસ છે તું
આવીને જતાવી જા.
મારા ઝખ્મોનો મલમ છે તું
આવીને મટાડી જા.
મારા બેજાન ખોળિયાનો પ્રાણ છે તું
આવીને જીવાડી જા.

Read More

પ્રેમ વિશે ન પૂછો મુજને હવે,
હું નફરતમાં ભરોસો કરું છું.
આપ્યું હતું જ ક્યાં મને કશું
તોયે તારું તુજને અર્પણ કરું છું.
આશાનો દરિયો સુકાઈ ગયો
તેથી તો દર્દના ઝરણમાં તરું છું.
મને આ જીવનની શી ખબર!
હું તો તુજમાં જ જીવું છું ને
તુજમાં જ મરુ છું.
ખુદની જાતને બાળીને પ્રકાશ
હવે તુજને ધરું છું.

Read More

બધી જ વેદનાનું વર્ણન કરાય એવું નથી,
શ્યામ ! આ બધું તને સમજાય એવું નથી.

ઝરણું તો પથ્થરની છાતી ચીરીને નીકળી ગયું,
હવે પથ્થરથી એની પાછળ જવાય એવું નથી.

Read More

અધિકાર આપવા ગઈ
ત્યાં મારો હક પણ ગયો,
લૂંટાવ્યુ એ ના દેખાયું શુ
લેવું હતું? એવો શક એને થયો.

_ મિત્રની દરેક ભૂલોને માફ કરે એ મિત્રતા.

_ મતભેદ કરે પરંતુ મનભેદ ન કરે એ મિત્રતા.

_ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મિત્રની સ્થિતિ કહીયે ન બદલાય એ મિત્રતા.

_ સ્વાર્થ કાજે નહીં પણ નિઃસ્વાર્થ ભાવે નિભાવે એ મિત્રતા.

_ હજારો એની સામે ઉભું હોય પણ એક મિત્ર જ એની પડખે ઉભો રહે એ મિત્રતા.

_ ખરાની તો ખરે ખબરુ થાય.ખરે ટાણે કામ આવે એ મિત્રતા.

_ શૂન્યની જેમ પાછળ આવીને જોડાઈ જાય ને આપણી કિંમત વધારે એ મિત્રતા.

_ તમને જાણે તમને એ જ રૂપથી ચાહે અને સ્વીકારે એ મિત્રતા.

_ પ્રેમ જીવનનો ભાગ છે પણ જીવનનું હૃદય મિત્રતા છે.

દોસ્તી દિવસ મુબારક

Read More

જિંદગીમાં ઝરમર વરસે બે જણની લાગણીઓ,
નિઃસ્વાર્થ પ્રીતમાં ક્યાં હોય છે કદી માંગણીઓ?

જિંદગી
જિંદગી કેમ રમત રમાડી જાય છે?
નિત નવા કેમ ઘાવ લગાડી જાય છે.

આ જીવનની ભાગદોડમાં જરાક સમય નથી,
કોણ કહે છે? આપણી વચ્ચે પ્રણય નથી.

મનમોતીના પરોવાયેલા મલય નથી તો,
કોણ કહે છે? વિરહની વેદનાના વલય નથી.

Read More