hu ek black smith chhu ane free samy ma aa app no use karu chhu, mare blog pan chhe (thecare4life.blogspot.com) jya tme avnavi mahiti melvi shakso

હાયરે !!!!!!!!!!આ પસ્તાવો...
જીવનમાં કરી ઘણી તે ભૂલો,
હવે તું સાનો કરે પસ્તાવો.

ખોટું બોલી ઘણાને તે ભરમાવ્યા,
હવે તું સાનો કરે પસ્તાવો.

જાણી જોઈ કર્યા તે પાપો,
હવે તું સાનો કરે પસ્તાવો.

ઘણાના દિલને તે તોડ્યા,
હવે તું સાનો કરે પસ્તાવો.

નથી આપ્યો પ્રેમ માતપિતાને, પત્નીને, બાળકોને
હવે તું સાનો કરે પસ્તાવો.

ધાર દાર વેણ બોલી ઘણાને કર્યા ઘાયલ,
હવે તું સાનો કરે પસ્તાવો.

જીવન આખુ ખર્ચ્યું પૈસા પાછળ,
હવે તું સાનો કરે પસ્તાવો.

ના લીધું કદી નામ ઈશ્વરનું,
હવે તું સાનો કરે પસ્તાવો.

જીવતા વડીલોની કરી અવહેલનાં,
હવે તું સાનો કરે પસ્તાવો.

અંત સમયે તારા કર્મો યાદ કરી,
હવે તું સાનો કરે પસ્તાવો.

(પાર્થ)
#પસ્તાવો

Read More

આ અવિશ્વસનીય દુનિયાની સફરમાં,
માત્ર તુજ એક વિશ્વસનીય નીકળ્યો પ્રભુ.
#વિશ્વસનીય

અરે હા હું ગુજરાતી છું.
હા તમે સાચુજ સાંભળ્યું. અમે ગર્વ થી ગુજરી.
અમે ગુજરાતી જ્યાં જઈએ ત્યાં મોજમજ રહીયે.
ફરવા ગયા હોઈ તો નાસ્તા માટે ગાંઠિયા કે ભજીયા તો ખાઇએજ.
જો કોઈ ને મદદ ની જરૂર હોઈ તો પેલા અમે જઈએ.
અરે અમને કોઈપણ જગ્યાએ મુકો એડજસ્ટ તો થઈજ જઈએ.
અમે કોઈપણ સંજોગોમાં હસવાનું ન છોડીયે.
આવતા જતા કોઈપણ સામું મળે તો જય શ્રીકૃષ્ણ તો કહીયેજ.
કોઈપણ વડીલ હોઈ તેને મન સન્માન તો આપિયેજ.
અજાણ્યા લોકોને પણ આવકાર આપવાનું તો નજ ચૂકીએ.
કોઈપણ જગ્યાએ તમે જાવ પણ એક ગુજરાતીતો તમને મળશેજ.
અમે સમ્બન્ધો દિલથી નિભાવીએ.
બને ત્યાં સુધી કોઈને દુઃખ લાગે તેવું કામ ન કરીયે.
કોઈ પણ કામ હોઈ પણ તેને બે જીજક પૂરું કરવાની હિંમત રાખીયે.
અરે હા અમે ગુજરાતીજ.
તમે પણ ગુજરાતી છો? જો તમને મારી વાત સાચી લાગે તો દિલથી ♥️લાઈક અને કોમેન્ટ કરજો

♥️તમારો ચહીતો પાર્થ ♥️

Read More

નમસ્કાર મિત્રો હું પાર્થ પરમાર હજુ ચાર પાંચ દિવસથીજ આ માતૃ ભરતી એપ્પ માં જોઈન થયો છું. તમારો દિલથી આભાર માનું છું કે તમે લોકોએ મારી પોસ્ટ ને લાઈક કરી છે. તમને મારી પોસ્ટ કેવી લાગી એપણ જો તમે મને કોમેન્ટ માં જણાવશો તો મને ખુબ આનંદ થશે. અને હજુ કંઈક સારુ લખવાની પ્રેરણા મળશે.

અને હું એક બ્લોગર પણ છું. તમારે હેલ્થ, બ્યુટી, ફિટનેશ, ટેક્નોલોજી જેવી બાબતો જાણવા માટે મારાં બ્લોગ ની મુલાકાત લેવી.
મારાં બ્લોગનું એડ્રેસ
thecare4life.blogspot.com


ફરી એકવાર બધા મિત્રોનો આભાર માનું છું.

Read More

થઈ ગયો ઝઘડો એકરાર નો જોઈ
તારી આંખો થી મારી આંખો સાથે .

થઇ ગયો ઝઘડો પ્રેમ થી સ્મિત નો
તારા ગુલાબી હોંઠ નો મારાં હોંઠ સાથે.

થઇ ગયો ઝઘડો મિલન નો
તારા મુલાયમ હાથો નો મારાં હાથ સાથે .

થઈ ગયો ઝઘડો પ્રેમ ના મિલન નો
તારી આત્મા થી મારી આત્મા સાથે .
(પાર્થ )
#ઝઘડો

Read More

અરે પાર્થ.. !!!!શું કરું?
કેમ મિટાવું આ ઝઘડો
વાત વાત માં થાય છે આ ઝઘડો.
નથી કરવો તોય થાય છે ઝઘડો.
પિતા સાથે કામમાં થાય છે ઝઘડો.
માતા સાથે વાત માં થાય છે ઝઘડો.
ભાઇ સાથે તારું મારું નો ઝઘડો.
બહેન સાથે સમજણ નો ઝઘડો.
પત્ની સાથે હું પણા નો ઝઘડો.
સાહેબ સાથે હોમવર્કનો ઝઘડો.
મિત્રો સાથે વ્યર્થ નો ઝઘડો.
પાડોસી સાથે વગર વાતનો ઝઘડો.
સમાજ સાથે અભિમાન નો ઝઘડો.
અરે મિત્રો સુકામ થાય છે આ ઝઘડો.
શું તમારે પણ થાય છે ઝઘડો.
*તો ચાલો કોમેન્ટ કરો તો ના થાય ઝઘડો *

#ઝઘડો

Read More

મિત્રો પાર્થ કહેછે...!!!!
હવે તો આ બધું છોડો.
પિતા પુત્ર પર નો ક્રોધ છોડો.
પુત્ર પિતા પ્રત્યે નો અહમ છોડો.
ભાઇ ભાઇ બન્ને અહંકાર છોડો.
ભાઇ બહેન બન્ને લડવાનું છોડો.
પત્ની સામે બળજબરી છોડો.
મિત્રતા માં અવિશ્વાસ છોડો.
દુશ્મન સાથે વેર ભાવ છોડો.
પાડોસીઓ સાથે દેખા દેખી છોડો.
પશુઓ પર અત્યાચાર છોડો.
વ્યાપારી ગ્રાહક ને છેતરવાનું છોડો.
સાહુકારો ગરીબોનું શોષણ છોડો.
હવે નહિ ચાલે આ બધું,
બસ છોડો છોડો છોડો.

#છોડો

Read More

ઉત્કૃષ્ટ.. ઉત્કૃષ્ટ શું કરેછે પાર્થ ,
ચાલ તને ઉત્કૃષ્ટ શું એ જણાવું.

કૃષ્ણ ની વાંસળીના સૂરો છે ઉત્કૃષ્ટ,
રાધાનો પ્રેમ છે ઉત્કૃષ્ટ,
મીરાની ભક્તિ છે ઉત્કૃષ્ટ,
કર્ણનું દાન છે ઉત્કૃષ્ટ,
સુદામાની મિત્રતા છે ઉત્કૃષ્ટ,
હનુમાનજી ની શક્તિ છે ઉત્કૃષ્ટ,
અર્જુન ની ધનુર્વિદ્યા છે ઉત્કૃષ્ટ,
રજા વિક્રમનું પરાક્રમ છે ઉત્કૃષ્ટ,
નરસીમહેતાંની ભક્તિ છે ઉત્કૃષ્ટ,
સબરીબાઈનો ભક્તિભાવ છે ઉત્કૃષ્ટ,
મયુરની કળા છે ઉત્કૃષ્ટ,
કોયલનો અવાજ છે ઉત્કૃષ્ટ,
સિંહની ગર્જના છે ઉત્કૃષ્ટ,
ઉત્કૃષ્ટ બધુજ છે પાર્થ
બસ તારે સમજવાની જરૂર છે.


#ઉત્કૃષ્ટ

Read More

હે ભગવાન તારી કૃતિઓમાં આ કૃતિ ઉત્કૃષ્ટ છે.
જેને હું ચાહું એ સર્વે માં ઉત્કૃષ્ટ છે.
એની આંખોની ચમક,
એના હોઠોનું સ્મિત,
એના વાળ ની મહેક,
એની શ્વાસોની સુગંધ,
એની બોલીમાં મીઠાસ,
એની છેલ છબીલી ચાલ,
એના કાનો ના કુંડળ,
એના નકે નથણી,
એના ઝાન્ઝરનો રણકાર,
અરે !!!! ઓ મારી પ્રિયે તું ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ છે.

(પાર્થ )

#ઉત્કૃષ્ટ

Read More

દાખલો દાખલો દાખલો
જન્મ્યો ત્યારે જન્મનો દાખલો.
મારી જાતિ નક્કી કરવા જાતિ નો દાખલો.
ભણવા બેઠો ત્યારે ભણતર નો દાખલો.
વ્યવસાય કર્યો તો આવક નો દાખલો.
લગ્ન કર્યા તો લગ્ન નો દાખલો.
બાળક થયું તો બાળકનો દાખલો.
જયારે મરણ થયું ત્યારે મરણ નો દાખલો.
લોકો આપેછે બીજાને હવે મારો દાખલો.
બસ આજીવન આખુ મારોજ દાખલો.
બધુજ જતું રહ્યું પણ રહી ગયો આ દાખલો.
બસ આ દાખલો બસ આ દાખલો.
( પાર્થ )#દાખલો

Read More