કર્મનો કાયદો ભાગ - 29

  • 4.5k
  • 3
  • 1.4k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૯ કર્મનો યોગ કેમ બને ? યોગ શબ્દનો અર્થ વિદ્વાનો યથાયોગ્ય રીતે જોડાવું તેવો કરે છે. વ્યક્તિ જે-જે વિષયવસ્તુ સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તેનો યોગ થાય છે. આપણે ત્યાં યોગ શબ્દને અનેક પ્રકારના વિષયવસ્તુ સાથે જોડીને શબ્દપ્રયોગ થાય છે. જેમ કે જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ, અષ્ટાંગયોગ, પ્રેમયોગ, મંત્રયોગ, તંત્રયોગ, હઠયોગ, રાજયોગ, બ્રહ્મયોગ, અભ્યાસયોગ, બુદ્ધિયોગ અને કર્મયોગ. જ્યારે કોઈ વ્યક્તિ કર્મની સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તે કર્મનો કર્મયોગ થયો કહેવાય. માણસ જે ખાય છે તે બધું પચતું નથી. જેટલું પચે છે તેનો શરીર સાથે યોગ થાય છે. તેવી રીતે માણસ જે કાંઈ કરે છે તે