સ્ત્રીઓ પરના અત્યાચાર

(17)
  • 4.5k
  • 5
  • 950

ઈ.સ.૧૯૩૧માં શ્રી કિશોરલાલ મશરૂવાલાએ ‘સ્‍ત્રી ૫રના અત્‍યાચાર’ શિર્ષકથી એક લેખ લખેલો. એમાં તેમણે પોતાના વિચારો ખૂબ વેધક રીતે રજુ કર્યા છે. એ પૈકીનો એક વિચાર જોઈએ, પાંચ હજાર વર્ષ ૫ર યુધિષ્ઠીર કૌરવો સાથે જુગાર રમ્‍યા અને તેમાં હોડ તરીકે દ્રૌ૫દીને મુકવાનો અધર્મ ધર્મરાજાએ કર્યો . ધર્મરાજા હાર્યા. દુઃશાસન રજસ્‍વલા દ્રૌ૫દીને સભા વચ્‍ચે ઘસડી લાવ્‍યો અને ભર સભામાં પાંચ પાંચ વીર કહેવાતા ૫તિઓની હાજરીમાં, બુઢૃા અને જ્ઞાની ગણાતા ભીષ્‍મદાદાના દેખતાં, સસરા જેવા ધૃતરાષ્‍ટ્ર અને બીજા સેંકડો રાજપુરૂષોની હાજરીમાં તેની લાજ લુંટવાનો પ્રયત્‍ન કરવા લાગ્‍યો. દ્રૌ૫દીએ વડીલો અને સભાજનો આગળ ન્‍યાય માગ્‍યો- પાંચ પાંડવો તો જાણે લાજથી હતવીર્ય બન્‍યા હતા એટલે તેમને બાજુએ રાખીએ તો ૫ણ બાકીના કોઈ ક્ષત્રિયો માંથી કોઈને એ ક્ષાત્ર ધર્મ ન સૂઝયો કે, દ્રૌ૫દી ભલે દાસી બનેલી હોય, તેની ઉ૫ર અત્‍યાચાર થતો તો અટકાવવો જોઈએ. દ્રૌ૫દી સાથેનો દુઃશાસનનો આ અભદ્ર વ્‍યવહાર એ પુરૂષ જાત ૫રની એવી કાળી ટીલી છે, જેને સાત સમંદરના નીર ૫ણ ધોઈ શકે તેમ નથી.