સત્યના પ્રયોગો - ભાગ-4 - 6

(11)
  • 4.4k
  • 4
  • 1.1k

નિરામિષાહારી એટલે કે શાકાહારી થવાના પ્રચારમાં ગાંધીજીને કેવો આર્થિક ભોગ આપવો પડ્યો તેનું વર્ણન આ પ્રકરણમાં છે. આફ્રિકામાં ગાંધીજીનો શાકાહારનો પ્રચાર વધતો ગયો. જોહાનિસબર્ગમાં એક શાકાહારી ગૃહ હતું જે એક જર્મન ચલાવતો. ગાંધીજી શક્ય તેટલા અંગ્રેજ મિત્રોને ત્યાં લઇ જતા. જો કે, આ ગૃહ લાંબો સમય ન ચાલ્યું. આ મંડળના એક બહેન ઘણાં સાહસિક હતા. તેણે મોટા પાયા પર શાકાહારી ગૃહ કાઢ્યું. પણ તેને હિસાબનું જ્ઞાન નહોતું. ખર્ચાળ બહુ હતી. આ ગૃહ માટે મોટી જગ્યા લેવા તેણે ગાંધીજીની મદદ માંગી. ગાંધીજીની પાસે ઘણાં અસીલોના રૂપિયા પડી રહેતા હતા તેમાંથી એકની મંજૂરી લઇને ગાંધીજીએ આ બાઇને 1000 પાઉન્ડની મદદ કરી. બે-ત્રણ મહિનામાં જ ખબર પડી કે આ પૈસા પાછા નહીં આવે. છેવટે ગાંધીજીને આ પૈસા ભરવા પડ્યા. એક મિત્રએ આ અંગે ગાધીજીને ઠપકો પણ આપ્યો. ગાંધીજીને લાગ્યું કે આ ધીરધાર કરવામાં તેમણે ગીતાના તટસ્થ અને નિષ્કામ કર્મના મુખ્ય પાઠનો અનાદર કર્યો હતો. તેમના માટે શાકાહારીનો પ્રચારનું કામ પરાણે પુણ્ય થઇ પડ્યું