પતંગિયાનો વૈભવ

  • 3.3k
  • 1
  • 814

પતંગિયાનો વૈભવ જડી જાય તો માણસ હોવાનું ગૌરવ થઈ આવે. ચકલીના “ચી....ચી...” ઉપર પી.એચડી. કરવાની આવશ્યકતા આ યુગમાં જરૂરી બની છે. મારા મતે તો ધર્મ આવો હોય, પૂરાણોની સમજણ મારા મતે આટલી...... કે, “વહુ પ્રત્યેની ઈર્ષા નીકળી જાય એટલે સાસુ ધર્મ પૂરો, ને ખાનગીમાં પતિની માતા માટે કટુવેણ નીકળે તો સમજવાનું કે વહુ આજે મંદિરમાં જવાનું ચુકી છે. ચહેરા ઉપર સ્મિત લીધા વિના વર્ગખંડમાં પ્રવેશનાર શિક્ષકને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, અને ઉમેદવારને ખોટો ધક્કો ખવરાવનાર લાલસુ કારકુન સાત ભવ સુધી સ્વર્ગનો દરવાજો ન ભાળે.”