ઋણ

(29)
  • 3.4k
  • 1
  • 1.1k

અનિકેત ને પહેલાથી ટ્રેન જોવાનો ખુબ શોખ હતો.નાનો હતો, ત્યારથી જ એને ટ્રેન ને જોવી અને ટ્રેન ચલાવવી ખુબ ગમતી હતી. નવા નવા પહાડો ની વચ્ચે થી જયારે ટ્રેન નીકળતી ત્યારે ટ્રેન જોવામાં માણવામાં એ તલ્લીન બની જતો.પણ એને ખબર નહોતી , કે નાનપણ નો એનો આ શોખ એનુંય કૅરિયર બનાવી નાખશે. સાચે જ મોટો થઇ ને એ એક ટ્રેન નો ડ્રાઈવર બની ગયો .હવે એ આ બધું પોતેજ અનુભવી રહ્યો હતો એના પરિવાર માં એના માં અને પિતા ના મૃત્યુ પછી , એના દાદા જ જીવતા હતા. દાદા એ જ એને ખવડાવી - પીવડાવી ને મોટો કર્યો હતો. પણ , એના દાદા છેલ્લા પાંચ વર્ષ થી પેરલાઈઝડ હતા. એને ઘણી વાર લાગતું કે એના દાદા એને કઈ કહેવા માંગે છે પણ કહી શકતા નથી.. એક વાર એ મોટી સફર કરી ને ઘરે પાછો આવ્યો ત્યારે એ પોતાના દાદા સાથે બેઠો હતો અને વાતો કરતો હતો.