ટેકનો બલા

  • 4.4k
  • 1
  • 1k

ઉસ્માન તને ના પાડી તો પણ તું નવી ગેમ લઈ જ આવ્યો ને !! ...અમ્મી એ નિઃસાસો નાંખતા બોલવાનું ચાલુ રાખ્યું.. તમને ખબર નથી બચ્ચા કે આ બધું ક્યાં જઈ ને અટકશે ! ના જાણવા માટે પણ કારણ હશે.. ! રુબિસ્ક્યુબ ને એક હાથથી ગોળગોળ ફેરવતા બીજા હાથે વીડિયો ગેમ ને ડીવીડી પ્લેયર માં નાંખતા ઉસ્માન બોલ્યો... યુ મીન ક્યુરોસિટી કિલ્ડ ધ કેટ..!! અમ્મી સાંભળવા છંતા જવાબ આપવા રાજી ન્હોતા. બીજા રૂમ માં પ્રવેશી આંખ આડા કાન કરી સફાઈમાં લાગી ગયા. ઉસ્માન પોતાની ગેમ માં મશગુલ થઈ ગયો. અબ્બુ ની શોપ નું કામ મોટો ભાઈ સંભાળતો ને નાની તસ્મીનને લીલા લહેર હતા.