સત્યના પ્રયોગો - ભાગ-4 - 14

  • 5.4k
  • 2
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીએ આફ્રિકામાં કુલી લોકેશનની અસહ્ય કહી શકાય તેવી રહેણાંક સ્થિતિ અંગે વાત કરી છે. ગાંધીજી અસ્પૃશ્યતાને કલંક માનતા હતા. ભારતમાં જે રીતે માથે મેલું ઉપાડનારા લોકો માટે ગામની બહાર અલગ વસાહતો રહેતી તેવી જ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની હતી. ‘કુલી’ તરીકે ઓળખ હિન્દીઓને રહેવા માટેનું સ્થળ ‘કુલી લોકેશન’ કહેવાતું. આવું લોકેશન જોહાનિસબર્ગમાં હતું. આ લોકેશનમાં હિન્દીઓને કોઇ માલિકી હક નહોતો રહેતો. તેમાં જમીન 99 વર્ષના ભાડે પટ્ટે રહેતી. આ જગ્યાએ હિન્દીઓની વસ્તી ખીચોખીચ હતી. મ્યુનિસિપાલિટી આરોગ્યને લગતું કોઇખાસ ધ્યાન આપતી નહોતી. રસ્તા અને લાઇટની સુવિધાઓ પણ નામમાત્રની હતી. ધારાસભાની મંજૂરીથી આ લોકેશનનો નાશ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું. રહેનારાને નુકસાની વળતર મ્યુનિ.એ ચૂકવવાનું હતું પરંતુ તે જે રકમ આપે તે ઘરમાલિક ન સ્વીકારે તો કોર્ટ જે ઠરાવે તે રકમ અને તેમાં વકીલનો ખર્ચ પણ મળે. ગાંધીજીએ આવા અનેક કેસોમાં હિન્દીઓને જીત અપાવી અને તેઓ ઉત્તર-દક્ષિણના અસંખ્ય હિન્દીઓના ગાઢ સંબંધમાં આવ્યા અને તેમના વકીલ તરીકે નહીં પરંતુ ભાઇ તરીકે રહ્યા.