સત્યના પ્રયોગો - ભાગ-4 - 15

  • 4.1k
  • 885

આ પ્રકરણમાં હિન્દીઓના લોકેશનમાં ગંદકીને પગલે મરકી (પ્લેગ) ફાટી નીકળવાની ઘટનાનું વર્ણન છે. કુલી લોકેશન મ્યુનિસિપાલિટીને હસ્તક આવી ગયું હતું પરંતુ બીજી અનુકૂળ જગ્યા ન મળે ત્યાં સુધી હિન્દીઓને તરત ત્યાંથી ખસેડવામાં નહોતા આવ્યા. મ્યુનિસિપાલિટીએ જગ્યા નિશ્ચિત કરી ન હોવાથી હિન્દીઓ ઘરમાલિક મટીને ભાડૂઆત તરીકે ગંદા લોકેશનમાં જ રહ્યા. જોહાનિસબર્ગની આસપાસ અનેક સોનાની ખાણો હતી જેમાં કેટલાક હિન્દીઓ પણ કામ કરતાં. તેમાંથી 23ને પ્લેગનો ચેપ લાગ્યો અને લોકેશનમાં પોતાના રહેઠાણે આવ્યા. આ વાતની જાણ ગાંધીજીનો થઇ અને એક ખાલી મકાનમાં મદનજીત, ગાંધીજી, ડોક્ટર વિલિયમ ગોડફ્રે તેમજ ગાંધીજીની ઓફિસમાં કામ કરતા કલ્યાણદાસ, માણેકલાલ અને બીજા બે હિન્દીઓએ રોગીઓની સારવાર શરૂ કરી. મિ.રિચનો પરિવાર મોટો હતો. તે પોતે આમાં ઝંપલાવવા તૈયાર થયા પરંતુ ગાંધીજીએ તેમને રોક્યા. જે રાતે ગાંધીજી અને અન્યોએ પ્લેગના દર્દીઓની સારવાર કરી તે ઘણી જ ભયાનક રહી. દર્દીઓને દવા, આશ્વાસન, પાણી આપવા તેમજ મેલું ઉપાડવા જેવા કામ કર્યા.