સત્યના પ્રયોગો - ભાગ-4 - 19

  • 3.8k
  • 889

આ પ્રકરણમાં ફિનિક્સની સ્થાપના કેવીરીતે થઇ તેનું વર્ણન છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર પર લઇ જવાનું સૂચન કર્યું અને વેસ્ટે તેમાં હામી ભરી. ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધી પણ તેમની સાથે જોડાયા. ડરબન નજીક 20 એકરમાં જમીન લીધી. થોડાક દિવસોમાં બાજુની જમીન 80 એકર હતી તે મળી કુલ 1000 પાઉન્ડમાં ખરીદી. શેઠ રુસ્તમજીએ તેમની પાસે પડેલાં પતરાં મફતમાં આપ્યાં. સુથારોની મદદથી કારખાનું બાંધવાનું શરૂ કર્યું. એક મહિનામાં મકાન તૈયાર થયું. ફિનિક્સમાં પ્રથમ ગાંધીજી અને બીજાઓ તંબુ તાણીને રહ્યા. પછી મકાન તૈયાર થતાં ગાડાવાટે સામાન ફિનિક્સ લઇ ગયા. ડરબન અને ફિનિક્સ વચ્ચે 13 માઇલનું અંતર હતું. જ્યારે ફિનિક્સ સ્ટેશનથી અઢી માઇલ દૂર હતું. ‘ઇન્ડિયન ઓપીનિયન’ને માત્ર એક સપ્તાહ જ મર્ક્યુરી પ્રેસમાં છપાવવું પડ્યું. ગાંધીજીના જે સગાઓ વેપાર અર્થે આફ્રિકા આવ્યા હતા તેમાથી કેટલાકને ગાંધીજીએ ફિનિક્સમાં રહેવા માટે રાજી કર્યા. મગનલાલ ગાંધી પોતાનો ધંધો સંકેલી ગાંધીજી સાથે ફિનિક્સમાં રહ્યાં. આમ ઇસ.1904માં ફિનિક્સની સ્થાપના થઇ