અધુરી-ઈચ્છા ભાગ-૪

(36.6k)
  • 4.8k
  • 5
  • 1.5k

મીના એ તેના અને મોહન ના પ્રેમ વિશે પણ બધી વાત કરી હતી... મોહન સરકારી નોકરી કરતો હતો. સરકાર ના એક પોગ્રામ ના લીધે તે મીના ના ગામ આવ્યો હતો.સરકાર ના સફાઈ અભયાન ના કાર્યક્રમ હેઠળ ગામ ના સ્વચ્છ ઘર ના સભ્યો ને પુરસ્કાર આપી સન્માનીત કરવાના હતા. સરકારી અધિકારીઓ એ ગામના સરપંચ સાથે મળી ને પેહલા જ ગામ ના દરેક ઘરની મુલાકાત લઈ લીધી હતી. હવે માત્ર સ્વચ્છ ઘર ના સભ્યો ને સર્ટિફિકેટ આપી સન્માનીત કરવાના હતા અને પુરસ્કાર પછીથી સરકારી અધિકારી આવીને આપી જવાના હતા. બધી તૈયારી થઈ ગઈ હતી. ગામ મા એક નાનકડો મંડપ બાંધવામા આવ્યો હતો. સામે ની સાઈડ પર બે ટેબલ અને અધિકારી માટે અમુક ખુરશી ગોઠવવા મા આવેલી અને બીજી તરફ નીચે ગામના લોકો ને બેસાડવા મા આવ્યા હતા.