અધુરી-ઈચ્છા (અંતિમ) ભાગ-૫

(34.2k)
  • 4.2k
  • 9
  • 1.4k

થોડો સમય લાગ્યો તેને ઠીક થવા મા અને તે ઠીક પણ થઈ ગઈ પણ મોહન ને લઈને તે અંદર થી તૂટી ગઈ હતી. આ દુનિયા મા તે એકલી હતી. તેનુ ધ્યાન રાખવા વાળુ કોઈ ના હતુ. એટલે અમે તેને નારી-ઉદ્ધાર કેન્દ્ર મા મોકલી આપી અને અમે ત્યા અવારનવાર તેની મુલાકાત લેવા પણ જતા હતા. હવે તે ફરીથી પોતાની જિંદગી જીવવા લાગી હતી. નારી-ઉદ્ધાર કેન્દ્ર વાળા મેડમે અમને જણાવ્યુ કે હવે મીના બધા સાથે હળીમળી ને રેહવા લાગી છે, અને ખુશ પણ છે. ત્યારે અમને એમ થયુ કે હવે આ છોકરી પોતાની જિંદગી જીવી શકશે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકશે પણ કુદરત ને તે મંજૂર ના હતુ... .