સત્યના પ્રયોગો - ભાગ-4 - 21

  • 3.6k
  • 1
  • 909

આ પ્રકરણમાં પોલાકની ફિનિક્સમાં એન્ટ્રીની વાત કરવામાં આવી છે. ગાંધીજી વિચારતાં કે ફિનિક્સમાં સેટલ થઇને ધીમે ધીમે વકીલાત છોડીશ, પરતું આવું કંઇ ન થઇ શક્યું. ગાંધીજીએ પ્રિન્ટીંગ પ્રેસની આસપાસ ત્રણ-ત્રણ એકરના જમીનના ટૂકડા પાડ્યા. ત્યાં પતરાંનાં ઘર બાંધ્યા. સંપાદક તરીકે મનસુખલાલ નાજર યોજનામાં દાખલ થયા નહોતા. તેઓ ડરબનમાં રહેતા. ત્યાં ઇન્ડિયન ઓપીનિયનની એક શાખા હતી. ગાંધીજી લખે છે કે છાપું ગોઠવવામાં બીબા ગોઠવવાની પ્રક્રિયા હતી જે હું ન શીખી શક્યો પરંતુ મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા. થોડાક જ સમયમાં તેમણે પ્રિન્ટીંગને લગતું બધું કામ શીખી લીધું. પોલાકને પણ ગાંધીજીએ આ યોજનામાં ભાગ લેવાનું કહ્યું અને તેણે હા પાડી. પોલાક ક્રિટિકમાંથી મુકત થઇને ફિનિક્સ પહોંચી ગયા. પોતાના મિલનસાર સ્વભાવથી તેમણે સૌનાં દિલ જીતી લીધાં. પોલાકે ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યાને ગાંધીજીની ઓફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા. આ જ સમયમા એક સ્કોચ થિયોસોફિસ્ટ જેને ગાંધીજી કાયદાની પરીક્ષા માટે તૈયાર થવામાં મદદ કરતા હતા તે પણ જોડાયો