સત્યના પ્રયોગો - ભાગ-4 - 24

  • 3.7k
  • 1
  • 855

આ પ્રકરણમાં ઝુલુ બળવાની વાત કરવામાં આવી છે. ઝુલુઓ પર નાંખવામાં આવેલા કરના કારણે આ બળવો થયો હતો. તે વખતે ગાંધીજીને મન અંગ્રેજી સલ્તનત એ જગતનું કલ્યાણ કરનારી સરકાર હતી. નાતાળમાં ઝુલુ બળવો થયો પણ તેણે હિન્દીઓને કોઇ નુકસાન નહોતું પહોંચાડ્યું. ગાંધીજીએ ઝુલુ બળવા વખતે ઘાયલ સૈનિકોની સારવાર કરી. ગાંધીજીની ટીમમાં ચાર ગુજરાતી, બાકીના મદ્રાસીઓ હતા. એક પઠાણ હતો. હેલ્થખાતાએ ગાંધીજીને સારજન્ટ મેજરનો હોદ્દો આપ્યો. આ ટુકડીએ સતત છ અઠવાડિયાં સુધી સેવા કરી. ગાંધીજીને જો કે ગોરાઓના બદલે ઝુલુઓની સારવાર કરવાનું કામ વધારે આવ્યું. ગોરા સિપાહીઓએ શરૂઆતમાં આનો વિરોધ કર્યો હતો પરંતુ પાછળથી ગાધીજીની પરિચય વધતાં તેઓએ ગાંધીજીને ઝુલુઓની સારવાર કરતાં રોક્યા નહીં. કેટલાક કેદીઓ એવા હતા જેમને શકથી પકડવામાં આવ્યા હતા જેમને ચાબખા મારવામાં આવ્યા હતા તે પાકી ગયા હતા. બળવા વખતે લશ્કર એક જગ્યાએ બેસી ન રહે પરંતુ લશ્કર જ્યાં જાય ત્યાં ગાંધીજીની ટીમે જવું પડતું. ગાંધીજીના સખત વિરોધી કર્નલ સ્પાર્ક્સ અને કર્નલ વાયલીએ પણ ગાંધીજીનો આભાર માન્યો.