અતુટ-મિત્રતા ભાગ-૩ (અંતિમ-ભાગ)

(43)
  • 3.6k
  • 3
  • 990

રાહુલ થોડેક દુર ફરી ને ઊભો હતો. તેની આંખો છલકાવાની તૈયારી મા જ હતી. આરવે જેવુ કહ્યું કે ઓએ યાર ગળે નહી મળે મને... કે તરત જ રાહુલ દોડીને આરવ ના ગળે લાગી ને રોવા લાગ્યો. આરવે તેને શાંત કરાવતા કહ્યું યાર તુ આવી રીતે રોઈશ તો મારા થી નહી જઈ શકાય... આરવ ની આંખો મા પણ આસુ હતા. ત્યા ઉભેલા દરેક વ્યક્તિ ખબર નહી કેમ પણ આરવ અને રાહુલ ની દોસ્તી પર ગર્વ કરતા હોય તેવુ લાગી રહ્યુ હતુ. આટલી ગાઢ મિત્રતા ! જોઈને ત્યા ઉભેલા દરેક વ્યક્તિ એ બંને ની મિત્રતા ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી. સમય આવી ગયો હતો છુટા પડવાનો. આરવે !... રાહુલ નુ માથુ ચુમતા કહ્યું ધ્યાન રાખજે તારુ અને હુ ફોન કરુ એટલે બીજા જ દિવસે આવી જાજે યાર, અને હા મીરા અને સ્વેતા નુ પણ ધ્યાન રાખજે અને સ્વેતા ને હેરાન ના કરતો, કેમ કે હવે હુ નહી આવી શકુ તમને બંને ને છોડાવવા.. એવો મોકો જ નહી આપુ દોસ્ત... રાહુલે કહ્યુ.