સત્યના પ્રયોગો - ભાગ-4 - 26

(12)
  • 5k
  • 1
  • 894

આ પ્રકરણમાં ‘સત્યાગ્રહ’ના શબ્દની ઉત્પતિ કેવી રીતે થઇ તેનું વર્ણન ગાંધીજીએ કર્યું છે. ‘સત્યાગ્રહ’ની ઉત્પતિ અંગે ગાંધીજી લખે છે કે ‘સત્યાગ્રહ શબ્દની ઉત્પતિ થઇ તે પહેલાં તે વસ્તુની ઉત્પતિ થઇ. ઉત્પતિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ શકોતો શક્યો. તેને ગુજરાતીમાં પેસિવ રેસિસ્ટન્ટનો સંકુચિત અર્થ કરવામાં આવે છે. તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે.’ ગાંધીજીએ તેની સામે લડવું પડ્યું અને હિન્દીઓની લડતનું ખરૂ સ્વરૂપ સમજાવવું પડ્યું. ત્યારે હિન્દીઓને પોતાની લડતને ઓળખાવવા માટે નવો શબ્દ યોજવાની જરૂર પડી. ગાંધીજીને એવો સ્વતંત્ર શબ્દ કેમ કરી સૂઝ્યો નહીં. તેથી તેના માટે સારા નામનું ઇનામ કાઢી ઇન્ડિયન ઓપીનિયનના વાચકો વચ્ચે તેના માટે હરિફાઇ કરાવી. હરિફાઇને પરિણામે સદાગ્રહ શબ્દ મગનલાલ ગાંધીએ બનાવીને મોકલ્યો. સદાગ્રહ શબ્દને વધારે સ્પષ્ટ કરવા ખાતર ગાંધીજીએ ‘ય’ અક્ષરને વચ્ચે ઉમેરીને સત્યાગ્રહ શબ્દ બનાવ્યો. જે નામે ગુજરાતીમાં લડત ઓળખાવવા લાગી.