સત્યના પ્રયોગો - ભાગ-4 - 29

  • 3.4k
  • 810

ઘરમાં મીઠાના અને કઠોળના પ્રયોગોનું વર્ણન ગાંધીજી આ પ્રકરણમાં કર્યું છે. ગાંધીજીને 1908માં પ્રથમવાર જેલનો અનુભવ થયો હતો. જેલમાં સૂર્યાસ્ત પહેલા જમી લેવું પડે, ચા-કોફી મળે નહીં, મીઠું ખાવું હોય તો અલગથી લેવું પડે. ગાંધીજીને લાગ્યું કે સંયમીએ આ નિયમો સ્વેચ્છાએ પાળવા જોઇએ. ગાંધીજીએ એક પુસ્તકમાં વાંચ્યું હતું કે માણસને મીઠું ખાવું જરૂરી નથી, ન ખાનારને આરોગ્યની દૃષ્ટિએ લાભ જ થાય છે. આ જ રીતે જેનું શરીર નબળું હોય તેણે કઠોળ ન ખાવું જોઇએ. કસ્તૂરબાને પાણીના ઉપચારો કરવા છતાં પણ રક્તસ્ત્રાવ વારંવાર ઉથલો મારતો હતો. ગાંધીજીએ તેમને મીઠું અને કઠોળ છોડવાની વિનંતી કરી. કસ્તૂરબાએ કહ્યું કે આ બે વસ્તુઓ તો તમે પણ ન છોડી શકો. ગાંધીજીએ કસ્તૂરબા માટે થઇને મીઠું અને કઠોળ એક વર્ષ માટે છોડવાનો નિર્ણય કર્યો. કઠોળના ત્યાગથી કસ્તૂરબાની હાલત ઘણી સુધરી અને ‘વૈદરાજ’ તરીકે ગાંધીજીની શાખ વધી. મીઠું અને કઠોળ છોડવાના પ્રયોગો ગાંધીજીએ બીજા સાથીઓ પર પણ કર્યા