સત્યના પ્રયોગો - ભાગ-4 - 33

  • 4.4k
  • 895

આ પ્રકરણમાં યોગ્ય શિક્ષકોના અભાવે બાળકોને અક્ષરજ્ઞાન આપવાના ગાંધીજીના પ્રયત્નોનું વર્ણન છે. ગાંધીજીને આશ્રમમાં બાળકોને શિક્ષણ આપવાનું કઠીન લાગ્યું. આખા દિવસના કામ અને થાક પછી જ્યારે આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો થતો હતો. સવારનો સમય ખેતી અને ઘરકામમાં જતો, બપોરે જમ્યા પછી સ્કૂલ ચાલતી. આશ્રમની સ્કૂલમાં શિક્ષણ માતૃભાષામાં આપવાનો આગ્રહ રાખવામાં આવતો હતો જેથી વર્ગમાં હિન્દી, તામિલ, ગુજરાતી અને ઉર્દૂ શીખવાડમાં આવતા. ઇતિહાસ, ભૂગોળ અને અંકગણિતનું શિક્ષણ આપવામાં આવતું. ગાંધીજી લખે છે કે ‘તામિલ, ફાસરી, સંસ્કૃતનું અલ્પ જ્ઞાન તેમજ ગુજરાતી પણ નિશાળમાં ભણ્યા જેટલું જ આવડતું છતાં દેશની ભાષાનો મારો પ્રેમ, મારી શિક્ષણશક્તિ, વિદ્યાર્થીઓનું અજ્ઞાન અને તેમની ઉદારતા મારા કામમાં મદદગાર નીવડ્યાં.’ ગાંધીજીએ તેમના વિદ્યાર્થીઓ પાસે પોતાનું અજ્ઞાન ઢાંકવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નહોતો. તેઓ બાળકોમાં વાંચનનો શોખ કેળવવાનું અને તેમના અક્ષર સુધારવાનું કામ પણ કરતા. ગાંધીજી માનતા કે બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી અને વધુ ગ્રહણ કરી શકે છે.