નસીબ - પ્રકરણ - 19

(288)
  • 11.5k
  • 12
  • 5.2k

જોરા, વલીખાન, હિંમતસિંહ અને તેના ક્લિનર ચારેય માણસો ચોંકીને ફાયરની દિશામાં તાકી રહ્યા... એ ચારેયના ખભા પર એક એક પેટી હતી જે તેઓ દોલુભાની બોટના તૂતક પરથી ઊંચકીને ટ્રકમાં મુકવા લઇ જતા હતા. હજુ તેઓએ અડધી મજલ કાપી હશે કે અચાનક તેઓના કાને ફાયરીંગનો અવાજ સાંભળ્યો હતો... હિમ્મતસિંહ દરબારે એ ફાયરીંગ સાંભળીને કાંઇક ભળતું જ અનુમાન કર્યું અને તે દોડ્યો... દરબારને પેટીઓ સાથે ભાગતો જોઇને કઈ પણ સમજ્યા કારવ્યા વગર જોરાવર, વલીખાન અને ક્લીનરે તેની પાછળ દોટ મૂકી...એ નાનકડા અમથા બારા જેવા વિસ્તારમાં અચાનક જ ધમાચકડી મચી ગઈ... અચાનક જ થયેલા ફાયરીંગે હિંમતસિંહને ભડકાવ્યો હતો. તેને પણ એક ક્ષણમાં દોલુભાની જેમ વિચાર આવ્યો કે નક્કી પોલીસે અહીં છાપો માર્યો છે.