પ્રેમ પરખ

(49)
  • 6.7k
  • 5
  • 1.4k

લગ્ન માટે યોગ્ય પાત્રની પરખ તેના બાહ્ય દેખાવને નહી પણ આંતરિક ગુણોને જોઇને કરવી જોઈએ. પરંતુ ઘણીવાર યુવતી કે યુવકના મન વાસ્તવિક જીવન એ ફિલ્મ સમાન હોય છે કે જેમાં દુનિયાથી લડીને હિરોઈન પોતાના મન ગમતા પાત્ર સાથે લગ્ન કરે છે! પણ મજાની વાત એ છે કે લગ્ન પછી હીરો કે હિરોઈનની શી દશા થાય છે તે કોઈ ફિલ્મમાં દેખાડતા નથી! કારણ વાસ્તવિકતા જોવી કોણે ગમે ખેર, કેટલીયવાર લગ્ન પછી યુવતીને પોતાની ભૂલ સમજાય છે. અને તેનો નિર્ણય અયોગ્ય અને મૂર્ખતાપૂર્ણ લાગે છે. પણ જયારે સઘળી આશાઓ ઠગારી નીવડે એ પછી પસ્તાઈને શો અર્થ આ વાર્તા પ્રેમનો વિરોધ નથી કરતી પરંતુ પેમની સાચી પરખ કરવાનું શીખવાડે છે.