સત્યના પ્રયોગો - ભાગ-4 - 36

  • 3.9k
  • 1
  • 859

આ પ્રકરણમાં ગાંધીજીએ પ્રાયશ્ચિત રૂપે કરેલા ઉપવાસનું વર્ણન છે. ટોલ્સટોય આશ્રમમાં હવે કેટલાક જ લોકો રહ્યા હતા તેથી ગાધીજી તે આશ્રમને ફિનિક્સ લઇ ગયા. ત્યાંથી તેઓ જોહાનિસબર્ગ ગયા. અહીં થોડાક દિવસો જ હજુ તો ગયા હતા ત્યાં બે વ્યક્તિઓના ભયંકર પતનના સમાચાર આવ્યા. ગાંધીજીને આ સમાચારથી ઊંડો આઘાત લાગ્યો. ગાંધીજી અને મિ.કેલનબેક ફિનિક્સ જવા રવાના થયા. ગાંધીજીને લાગ્યું કે પોતાની રક્ષા નીચે રહેલા પતનના માટે વાલી કે શિક્ષક થોડેઘણે અંશે પણ જવાબદાર છે.આ બનાવમાં ગાંધીજીને તેમની જવાબદારી સ્પષ્ટ રીતે જણાઇ અને તેમણે પ્રાયશ્ચિત રૂપે સાત દિવસના ઉપવાસ અને સાડા ચાર માસનું એકટાણું કરવાનું વ્રત લીધું. મિ.કેલનબેકે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાંધીજી માન્યા નહીં. ગાંધીજીના ઉપવાસથી સહુને કષ્ટ તો થયું, પરંતુ તેમનો અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ વધારે મજબૂત થયો. આ બનાવના થોડાક દિવસ પછી જ ગાંધીજીને 14 ઉપવાસ કરવાનો પ્રસંગ પણ આવ્યો હતો. ગાંધીજી લખે છે કે ઉપવાસ દરમ્યાન પાણી ખુબ પીવું જોઇએ