સત્યના પ્રયોગો - ભાગ-4 - 42

  • 4.1k
  • 997

આ પ્રકરણમાં ગાંધીજીને તેમની પાંસળીના દુઃખાવાથી કેવી રીતે મુક્તિ મળી તેનું વર્ણન છે. પોતાનું પાંસળીનું દર્દ દૂર કરવા ડો.એલિન્સને ગાંધીજીને સૂકી રોટલી અને કાચા ફળો પર રહેવાનું કહ્યું. આ ઉપરાંત, નવશેકા પાણીએ નાહવાનું, દુખતા ભાગ પર તેલ લગાવવા અને અડધો કલાક ખુલ્લી હવામાં ફરવા જેવા પ્રયોગો પણ કરવાથી તબિયતમાં થોડોક સુધારો થયો પરંતુ સંપૂર્ણ રાહત ન થઇ. એક લેડીએ તેમને માલ્ટેડ મિલ્ક પીવા આપ્યું જે પીધા પછી ગાંધીજીને ખબર પડી કે આમાં તો દૂધનો પાવડર આવે છે અને દૂધ ન પીવાની તેમની પ્રતિજ્ઞા છે. તેથી આ પ્રયોગ પણ બંધ કર્યો. દરમ્યાન મિ.રોબર્ટ્સે ગાંધીજીને દેશ પાછા ફરવા અને ત્યાં સાજા થવાનું કહ્યું. ગાંધીજીની સાથે કેલનબેક પણ દેશ જવા નીકળ્યા પરંતુ લડાઇના કારણે જર્મન લોકો પર સરકારનો જાપ્તો હોવાથી તેમને પાસ મળી ન શક્યા. ગાંધીજીને ડો.મહેતાએ પ્લાસ્ટર કરીને પાટો બાંધી દીધો હતો. જે બે દિવસ રાખીને ગાંધીજીએ છોડી દીધો. સ્ટીમર પર ગાંધીજી મુખ્યત્વે સૂકો-લીલો મેવો ખાતા જેના પરિણામે તેમની તબિયત સુધરી ગઇ.