સત્યના પ્રયોગો - ભાગ-4 - 43

  • 3.7k
  • 1
  • 966

આ પ્રકરણમાં ગાંધીજી વકીલાતના કેટલાક સંસ્મરણોની વાત કરે છે. વકીલાતના ધંધામાં ગાંધીજીએ ક્યારેય અસત્યનો પ્રયોગ નહોતો કર્યો. વકીલાતનો મોટો ભાગ કેવળ સેવા અર્થે જ અર્પિત કર્યો હતો અને તેના માટે ખિસ્સાખર્ચ સિવાય તેઓ કંઇ લેતા નહોતા અને ઘણીવાર તો ખિસ્સાખર્ચ પણ જાતે જ કરતા. વિદ્યાર્થીકાળમાં ગાંધીજીએ એવી વાતો સાંભળી હતી કે વકીલાત કરવી હોય તો જુઠ્ઠં戀 બોલવું જ પડે પરંતુ આવી વાતોની અસર તેમની પ્રેકટીસમાં ક્યારેય પડી નહોતી. અસીલ હારે કે જીતે, ગાંધીજી હંમેશા મહેનતાણું જ માંગતા. વકીલજગતમાં ગાંધીજીની છાપ એવી પડી હતી કે તેમની પાસે કોઇ ખોટો કેસ લઇને આવતું જ નહીં. જો કે એક પ્રસંગે ગાંધીજીની આકરી પરીક્ષા થઇ. એકાઉન્ટનો કેસ હતો અને જમા-ઉધારની રકમ ભૂલથી ખોટી લેવાઇ ગઇ હતી. આખો ઠરાવ રદ્દ થાય તેમ હતો. કેસ ફરીથી ચાલે તો અસીલ ખોટા ખર્ચના ખાડામાં ઉતરે તેમ હતું. મોટા વકીલે આ કેસમાં ભૂલ કબૂલ ન કરવા કહ્યું પરંતુ ગાંધીજીએ જોખમ વહોરીને ભૂલ સ્વીકારી લેવા અસીલને સમજાવ્યો.