ગેલેક્સી ટોકીઝ

(29)
  • 7.9k
  • 8
  • 1.7k

ગેલેક્સી ટોકીઝ: રાજકોટની સિનેમેટિક આન, બાન અને શાન... ગેલેક્સી સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝઃ પ્રગતિની પડદા પાછળની પેઢી રશ્મીકાંતભાઈ પટેલ ફિલ્મને ફિલ કરાવતી ટોકીઝ ગેલેક્સી ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટીક આન, બાન અને શાન. મલ્ટીપ્લેક્સ અને ચોવીસ કલાક સિનેમા ચેનલ્સનાં યુગમાં સિંગલ સ્ક્રીન થિયેટરને તાળાઓ લાગવાનો સીલસીલો વણથંભ્યો છે ત્યારે વન સ્ક્રીન સિનેમા ગેલેક્સી ટોકીઝ દર્શકોનાં દિલફાડ પ્રેમની બદોલત છેલ્લાં સાડા ચાર દસકોથી શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજી, એક્સલ્યુસિવ પ્રોજેક્શન-સાઉન્ડનાં ઈનોવેશનને કારણે દેશનાં ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના પામે છે. તમને જાણીને આશ્ચર્ય જરૂર થશે કે, રાજકોટની ગેલેક્સી ટોકીઝ સિનેમા શો, સાઉન્ડ ટેકનોલોજી સિવાય ભારતમાં સૌથી વધુ વર્ષ વંદે માતરમ વગાડવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આરંભથી લઈ આજ સુધી ગેલેક્સી ટોકીઝે વિન્ટેજ સીટિંગ લૂક અને લાર્જ સ્ક્રીન જાળવી અનેક અપગ્રેડેશન અને અવનવા ઈનોવેશન કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરૂં પાડવામાં કશી કસર છોડી નથી ત્યારે આવો જાણીએ ગેલેક્સી ટોકીઝની પડદા પાછળની સુપર-ડુપર હીટ ઓફ સ્ક્રીન કહાની.