પૃથિવીવલ્લભ - 22

(67)
  • 7.4k
  • 7
  • 2.3k

પૃથિવીવલ્લભ - 22 (વિલાસનું સ્વાસ્થ્ય) ‘માલતીમાધવ’ના તોફાની પ્રદેશમાંથી તેઓ મ્યાલ વદને ‘ઉત્તરરામચરિત’ના હૃદયવેધન વાતાવરણમાં વિહર્યાં ઃ અને ત્યાંથી ‘શાકુંતલ’ની સોનેરી, મોહભરી મીઠાશનો અનુભવ લેતાં-લેતાં ક્યાં ને ક્યાં ભૂલાં પડી ગયાં. આ મનગમતી મુસાફરીમાં અજાણ બાળા ગાંડીતૂર બની ગઈ ને પળે-પળે ખીલતી રસિકતાથી કાવ્યની અનેક રંગની મોજા મહાલવા લાગી. તેનો આત્મા પણ નવરંગી થયો એટલું જ નહિ, પણ કોઈક પળે તેના તે રસનિધિના રંગનું અનેરું મિશ્રણ અણજાણપણે થવા લાગ્યું.