નિશા - 2

(35.9k)
  • 5.5k
  • 5
  • 1.7k

ના આંટી, અમે બહાર પી લઈશું, અને કદાચ લંચ પણ કરીને જ આવીશું. કહેતા હું ઉભો થયો અને નિશા સામે હાથ લંબાવ્યો, પણ તેણે પોતાનો હાથ મારા હાથમાં આપ્યો નહિ, ને ઉભી થઈને બારણાં પાસે ગઈ અને હાઈ હિલવાળી સેન્ડલ પહેરી. મને ખોટું લાગ્યું, પણ નિશા મારી સાથે આવવા તૈયાર થઇ તેટલું જ મારે માટે પૂરતું હતું. ટેક્સીમાં પણ તે સંકોડાઇને છેડે મારાથી અંતર રાખીને બેઠી. તે કશું બોલતી નહોતી. મેં ટેક્સી એક રેસ્ટોરન્ટમાં લેવડાવી. હવે આગળ.....