મા દીવો કર

(24)
  • 4.5k
  • 2
  • 1.3k

મા દીવો કર Pravina Kadakia ‘ઓ માવડી, ત્યાં બેસી રહીશ તો શું દિ’વળવાનો’. ક્યારનો તને ઘરમાં બોલાવું છું. અંધારું થઈ ગયું. દીવા બત્તીનું ટાણું થયું. જા ને ભગવાન પાસે દીવો કર !’ દુનિયા ભલેને ગમે તે કહે દીકરાને મા એટલી જ વહાલી હોય છે જેટલી દીકરીને. એ તો પુરૂષ રહ્યો એટલે સ્ત્રીની માફક બોલે નહી. બાકી એ સનાતન સત્ય છે. ઝમકુમા બોલ્યા ચાલ્યા વગર બેઠા હતા. દિલનો ઉભરો કોની પાસે ઠાલવે. દીકરી ને ભણવામાંથી સમય ન મળતો. જો દીકરા અને વહુને કહે તો ‘મણ મણની બે સાંભળવી પડે. કેટલી મહેનત કરી હતી. પાઈ પાઈ ભેગી કરીને આ દિવસની તૈયારી કરી