સત્યના પ્રયોગો - ભાગ-5 - 3

(19)
  • 7.3k
  • 5
  • 1.4k

આ પ્રકરણમાં વિરમગામની જકાત તપાસણી અંગેની વાત કરવામાં આવી છે. ગાંધીજી મુંબઇથી ત્રીજા વર્ગમાં રાજકોટ અને પોરબંદર જવા નીકળ્યા. તેમનો પહેરવેશ પહેરણ, અંગરખું, ધોતિયું અને ધોળો ફેંટો હતા જે દેશી મિલના કાપડનાં બનેલાં હતાં. તે સમયે વીરમગામ અને વઢવાણમાં પ્લેગને લીધે થર્ડ ક્લાસના ઉતારૂઓની તપાસ થતી હતી. ગાંધીજીને થોડોક તાવ હતો તેથી રાજકોટમાં ડોક્ટરને મળવાનો હુકમ કર્યોને નામ નોંધ્યું. વઢવાણ સ્ટેશને પ્રજાસેવક મોતીલાલ દરજી ગાંધીજીને મળ્યા જેમણે વીરમગામની જકાત તપાસણી અંગે પડતી મુશ્કેલીઓની વાત કરી. ગાંધીજીનું માનવું હતું કે રેલવેમાં અમલદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. અમલદારો તેને માર મારે, લૂંટે, ટ્રેન ચુકાવે, ટિકિટ દેતાં રિબાવતા હતા.આ સ્થિતિમાં સુધારા માટે ધનિક ગરીબ જેવા બનીને ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી જોઇએ. ગાંધીજીને કાઠિયાવાડમાં ઠેકઠેકાણે વીરમગામના જકાતની ફરિયાદો મળી અને આ અંગે તેમણે મુંબઇની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યા. લોર્ડ વિલિંગ્ડનને મળ્યા. લોર્ડ ચેમ્સફર્ડને મળીને વાતનું નિરાકરણ લાવ્યા અને જકાત રદ્દ થઇ