ચોમાસાની સીઝન હતી અને રવિવારનો એ દિવસ મને આજે પણ યાદ છે એ નાની અમથી ઘટના આજે પણ દિમાગમાં આવે અને એક સ્મિત વેરી જાય. ૧૯૯૫ ના સમયમાં મારી પાસે એમ્બેસેડર કાર હતી અને એક કન્સ્ટ્રકકસન કંપનીમાં ચાલતી એ સમયમાં રોજ ના છસ્સો રૂપિયા આપતા, રજાનો દિવસ હતો અને હું મારી એમ્બેસેડર કારને સાફ કરી રહ્યો હતો, અને ટી.કે.આર નું કેસેટ પ્લેયર લગાવી જુના ગીત માણી રહ્યો હતો અને અને મારી પત્ની સાથે ફરવા જવાનું પ્લાનિંગ મગજમાં ગોઠવી રહ્યો હતો, ત્યાં જ મારી કંપનીમાં કામ કરતા ઇન્જિનીયર ધનાભાઈ આવી પહોંચ્યા, બ્લુ જિન્સ અને બ્લેક ટીશર્ટમાં અને પગમાં સેફટી સુજ ને બદલે પાર્ટી સુજ પહેરીને પહોંચી આવ્યા, માથે પહેરેલી કાળી ટોપી સરખી કરતા અને ડાયરી મારી સામે કરતા કહેવા લાગ્યા,