‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 1

(234)
  • 26.4k
  • 56
  • 12.5k

તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના પછી રામમંદિરના નિર્માણની વાત હતી, પરંતુ કેન્દ્રમાં ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં ભાજપના નેતા રામ નો ‘ર’ પણ બોલી શકતા ન હતા. રામને નામે સતા મેળવ્યા પછી ભાજપના નેતોઓએ બિનસાંપ્રદાયિકતાની ચાદર ઓઢી લીધી હતી. સ્વાભાવિક હતું કે આ વાત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને રામના નામે મત આપનાર મતદારોને પસંદ ન હતી. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિરને લઈને વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. તે વખતે અયોધ્યામાં રામનામના જપની પૂર્ણતિથી હતી,તેમાં ભાગ લેવા અમદાવાદથી રોજ ટ્રેન ભરી કારસેવકો ત્યાં જતા હતા. મારે અયોધ્યા જતા કારસેવકોને મળી તેનું રિપોર્ટિંગ કરવાનું હતું અને તેના માટે હું અમદાવાદ સ્ટેશન ઉપર ગયો હતો.