અસંભવ -

(33)
  • 2.6k
  • 3
  • 654

મમ્મી ,મમ્મી મને પ્રમોશન મળ્યું .. . સ્કૂટર પાર્ક કરી ચાર પગે દોડતી સમીરાએ ઘરમાં આવતા વેંત ખુશીના સમાચાર આપ્યા. આજે તેને રોજના કરતાં પણ મોડું થયું હતું.બહાર બગીચામાં વૃક્ષો અંધારાની ચાદર ખેંચી રહ્યાં હતાં ત્યાં સ્કુટરનો ઘૂઘવાટો સંભળાતા ચાતકની જેમ પોતાની લાડલીની રાહ જોતી મમ્મીએ રસોડાની બારીમાંથી બહાર જોયું હતું. સમીરાએ શિરે,મોઢે વીંટાળેલી જામલી રંગની ઓઢણી છોડી ખભે લટકાવી ,વાળને સરખા કરતા સ્કુટરના કાચમાં જોઈ મોં પર હાથ ફેરવ્યો ત્યાં તો વાદળું હટી જતાં જાણે ચન્દ્ર ખીલી હસી રહ્યો ! એવા એ હોત તો બોલત , આ તારી નખરાળીએ તારા રંગ-રૂપને મારી ઊંચાઈ ચોરી છે.ને હોશિયારીમાં આપણને બન્નેને ટપી જાય!