આંગળીઓને સહારે

(24)
  • 2.2k
  • 7
  • 606

આ નવલકથા પ્રેમ,દોસ્તી અને જીવન જીવવાની રીતો પર આધારિત છે.આ નવલકથાની મુખ્ય નાયિકાનું નામ આરતી છે.નવલકથાની શરૂઆત કંઇક એવી છે કે મુખ્ય નાયિકા આરતીના જીવનમાં તેની પોતાની ભૂલના કારણે જ એક ખરાબ ઘટના બને છે,જેના કારણે તેનું જીવન બરબાદ થવાની અણી સુધી આવી પહોંચે છે અને તે આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગે છે.પણ ત્યારે તેને તેના એક જુના મિત્ર તન્મયનો સાથ મળે છે જે આ નવલકથાનો મુખ્ય નાયક પણ છે અને જેને મુખ્ય નાયિકા આરતી ભૂતકાળના ખરાબ અનુભવોને કારણે પોતાના જીવનમાંથી ભુલાવી ચુકી હોય છે અને તેમની તે મુલાકાત જ આ નવલકથાનો હાર્દ છે. જે રીતે બાળક જ્યારે પહેલી વખત ચાલતા શીખે ત્યારે તેને તેના વડીલો આંગળીઓનો સહારો આપે છે તે જ રીતે કથાની મુખ્ય નાયિકા આરતી માટે પણ તન્મયની મદદ આંગળીઓના સહારારૂપ બની રહે છે.આગળની કથા આરતી અને તન્મયના જીવનના અનુભવો સાથે આગળ વધે છે જેમાં તન્મયનો મિત્ર વિનય પણ આરતીની મદદ કરે છે અને પછી તે ત્રણેયના જીવનના અનુભવોની આસપાસ આ સુંદર કથા ગુથાતી રહે છે જેમાંથી પ્રેમ,દોસ્તી અને જીવન જીવવાની અદભુત કળાઓનું ચિત્રણ સામે આવે છે.