મનુષ્યનો લૈંગિક અભિગમ

(364)
  • 18.4k
  • 106
  • 9.8k

અદભુત..! ભારતીય સંસ્કૃતિમાં ખાલીપો જરૂર વર્તાય જો ઋષિ વાત્સ્યાયનનો ‘કામસૂત્ર’ ગ્રંથ ના હોય. સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રેમ’ પરના ઉત્કૃષ્ટ પુસ્તક ‘કામસૂત્ર’ના સર્જક વાત્સાયન છે અને તેમના સર્જન વગર દરેક સંસ્કૃત પુસ્તકાલય અધૂરું છે. આશરે ૨ જી સદી દરમિયાન ગુપ્તકાળમાં કુલ ૭ અલગ-અલગ ખંડોમાં વહેચાયેલું ‘કામસૂત્ર’ મનુષ્યના લૈંગિક અભિગમ પર સચોટ સાબિતી આપતું પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. ૭ અલગ-અલગ ખંડો માં ૩૬ અધ્યાયો છે જેમને ૧૨૫૦ વૃત્તોના સંગઠનથી સંસ્કૃતની ઉત્તમ અને ઉત્કૃષ્ટ રચના કરવામાં આવી છે. જીવનના ધ્યેયો, પ્રાથમિકતાઓ, પત્નીની પ્રાપ્તિ, શારીરિક આકર્ષણ, જાતીય આવેગો થી માંડીને રતિક્રીડા સમજાવતા ૬૪ વિભિન્ન કામકલા સુધીનું વિસ્તૃત વર્ણન ‘કામસૂત્ર’માં જોવા મળે છે. ઋષિ વાત્સ્યાયન કહે છે, “યુવાનીમાં પ્રવેશેલી કોઈ માદક સ્ત્રી જયારે પોતે કોઈને ખુબ ચાહતી હોય અને તે પુરુષ કે પ્રેમીને મેળવી ના શકે ત્યારે કંદર્પ-જ્વરથી પીડાતી અને ભાન ભૂલેલી સ્ત્રી જયારે કોઈ પુરુષને શરણે થાય અને એ સ્થિતિમાં સમાગમની પ્રાર્થના કરે ત્યારે તે કામાતુર સ્ત્રી સાથે સંભોગ કરવો જ જોઈએ.”